1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહ્યાં
પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહ્યાં

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહ્યાં

0
Social Share

અમદાવાદઃ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં  સમરસતા દિવસ સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ઉદ્બોધનમાં કહ્યું કે અદભૂત, અલૌકિક, અવિસ્મરણીય એવા આ કાર્યક્રમમાં જ્યાં સમરસતાની ચર્ચા થઈ રહી છે ત્યારે ઉપસ્થિત રહેવા મળ્યું એ સૌભાગ્ય છે. જેમનું શતાબ્દી વર્ષે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તેવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનના સંપૂર્ણ દર્શનનો આ સમારોહ દ્વારા સૌને સાક્ષાત્કાર થઈ રહ્યો છે. આપણે સૌએ પ્રમુખ સ્વામી મહારાજજીએ જે જે મહાન કાર્યો કર્યા છે, તેમનો જે સંદેશ છે તે અહીં આવીએ ત્યારે સમજાય છે.

પ્રમુખ સ્વામી મહારાજજીનો જે સંદેશ આપણને જે દેખાય છે જે સંભળાય છે તેનાથી આગળ છે, તેઓ સાધનાના એ સ્તર પર પહોંચ્યા હતા જ્યાંથી તેઓ કહી શકતા કે મને ત્રણેય લોકમાંના કોઈ કર્તવ્ય શેષ નથી, મેં મેળવ્યું ન હોય એવું વિશ્વમાં કશું નથી અને એવું પણ કશુ નથી જે પામવાની હું ઈચ્છા કરું, આ કાર્ય હું એટલા માટે કરું છું કારણકે સૃષ્ટિ ચાલતી રહે તે માટે તે આવશ્યક છે. હું કરીશ તો લોકો અનુસરણ કરશે, તેમણે જીવીને બતાવ્યું. સંત તુકારામ મહારાજે કહ્યું છે કે વૈકુંઠના રહેવાવાળા એટલા માટે આવ્યા છે કેમકે ઋષિઓએ જે કીધું તેનું સત્ય ભાવથી વર્તન કરીને દેખાડવાનું છે. આજે સામાજિક વિષમતાની વાત છે તે ઓછામાં ઓછા બે હજાર વર્ષોથી છે આપણે ભૂલ કરતા આવ્યા અને અધર્મને ધર્મ સમજતા આવ્યા તેનું આ પરિણામ છે. ધર્મમાં તો ક્યાંય ઊંચનીચના ભેદભાવ દર્શાવ્યા નથી. સમરસતા એ ભાષણનું કામ નથી તે જીવવાનું, કરવાનું કામ છે. ખોટું જીવવાની આદત છોડીને સાચી રીતે જીવવાની આદત આપણે પાડતા જઈએ તો સમરસતા આપણને સમજાવી ના પડે સમરસતા આપમેળે જ આવી જાય. એ કેવી રીતે કરવાનું છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા પહોંચેલા સંતો એને કરી બતાવે છે.

સૃષ્ટિ ચાલવી જોઈએ આ સંતોનું કામ છે એટલે જ લોકસંગ્રહ થવો જોઈએ. લોકોને ખોટા રસ્તે ન ચડવા દેવા, તેમને સારા રસ્તે લઈ જવાના માર્ગગામી કરવાથી આપણા સંકટો એની જાતે દૂર થઈ જાય છે તો દૂર કર્યા બાદ આવા સંતો આપણને સન્માર્ગગામી રસ્તો બતાવે છે અને એટલે જ એમને એ વિચારવું જોઈએ.

પ્રમુખસ્વામી મહારાજજી માં કેટલો પ્રેમ ! કોઈ ભેદભાવ મનમાં નહીં, આ કેવી રીતે થયું ? હું અને મારુ છૂટી જાય પછી જ થાય છે પ્રમુખસ્વામી મહારાજજી ને બોલવું પણ નહોતું પડતું માત્ર જોવાથી ઘણું બધું થઇ જતું હતું કે આવો અનુભવ ઘણા બધા લોકોએ કહ્યું છે તેમની આંખોને જોવો ફોટામાં પણ તેમની આંખોમાંથી સહજ પોતાનાપણું દેખાય છે આ શક્તિ ક્યાંથી આવી આ અંદરની નિર્મળતા, અહંકાર રહિતતાનું પરિણામ છે. હું તેમને ચાર-પાંચ વાર મળ્યો છું પરંતુ મને અનુભૂતિ છે, મને એ ધ્યાનમાં આવે છે કે સામે જે વ્યક્તિ હોય તે ઈચ્છતો હોય કે નહીં થતો હોય તે એ નાનામાં નાના ગુણને પણ ઓળખી લેતા હતા અને તે ગુણોને વધારવા માટેની વાતો પણ કરતા હતા.

સંતોએ તો તેનું આચરણ પણ કરીને બતાવ્યું છે અને કરી બતાવે છે આપણે તેમનું અનુકરણ કરવાની આવશ્યકતા છે આદત બદલવી પડે છે. આપણે કરવા જઈશું તો એકદમ એમના જેવા બનીશું નહીં એવું કંઈ નથી પરંતુ થોડાક તો આગળ વધી શકીશું. આપણે સંતોના જીવનના અનુકરણ તરફ જઈએ એ જ આ શતાબ્દી સમારોહના બધા અભિયાનની અને સમાપનના કાર્યક્રમની યોજના, રચના કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code