RSSના સરસંઘચાલક મોહન ભાગવતજી ફરી આવશે ગુતરાત, ઈડરમાં એક કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ તા. 23મી એપ્રિલના રોજ રવિવારે ઈડરના મુડેટીમાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મોહન ભાગવતજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ સમારંભમાં અધ્યક્ષ તરીકે ભારતીય ઈતિહાસ સંકલન યોજનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ગિરીશભાઈ ઠાકર. અતિથી વિશેષ તરીકે સેન્ટ્રલ ઈન્ફોર્મેન્શન કમિશનર ઉદયસિંહ માહુરકર, દેવેન્દ્ર ઝાલા, જયંતભાઈ પારેખ, ઉશીક ગાલા, ઉત્તમભાઈ દવે, દેવાંગભાઈ શાહ, શ્રી બિલેશ્વરધામના પ.પૂ.શ્રી મહંત શાંતિગીરીજી મહારાજશ્રી, ભોલેશ્વર આશ્રમના પ.પૂ. શ્યામસુંદરદાસજી મહારાજશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર ગુજરાત સ્થિત સંસ્કૃત પાઠશાલા તથા અન્ય માધ્યમક-ઉચ્ચ માધ્યમિક તથા મહાવિદ્યાલયના સંસ્કૃતમાં વિશેષ માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતજી વિદ્યાર્થીઓ અને મહેમાનોને સંબોધિત કરશે.