Site icon Revoi.in

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત, નાગપુરની હોસ્પિટલમાં દાખલ

Social Share

 નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. આરએસએસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. આરએસએસએ ટ્વિટ કર્યું હતું કે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવત કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. અત્યારે તેને કોરોનાનાં સામાન્ય લક્ષણો છે અને સામાન્ય તપાસ અને સાવધાનીને કારણે તેને નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાગવતને હોસ્પિટલના કોવિડ -19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે, ભાગવતને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સંઘના એક અધિકારીએ પુષ્ટિ આપી કે ભાગવત કોવિડ -19 થી સંક્રમિત જાણવા મળ્યા છે.

મોહન ભાગવતે 6 માર્ચના રોજ કોવિડ -19 વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. ભાગવત અને સંઘના સરકારીવાહ ભૈયાજી જોશીએ નેશનલ કેંસર ઇન્સ્ટીટયુટમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. તે દિવસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને તેમની પત્નીએ પણ સંસ્થામાં વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

દેવાંશી