- RSS પ્રમુખ મોહન ભાગવત પશ્વિમ બંગાળના પ્રવાસે
- આવતી કાલે રાજ્યના યુવાઓને મળશે
- આવનારા દિવસોમાં અમિત શાહ પણ આ રાજ્યની મુલાકાત લેશે
દિલ્હીઃ-પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભાજપ રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવા ઈચ્છે છે. તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ આજથી પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે.આ મુલાકાત દરમિયાન તેઓ, રાજ્યના એવા યુવાઓ સાથે મુલાકાત કરશે કે, જે યુવાઓ સ્પેસ રિસર્ચ, નાસા, મેક્રોબાયોલોજી, મેડિકલ સાયન્સમાં વિદેશથી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ભારત પાછા ફર્યા છે.
આ એવા યુવાનો છે જેઓ મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનમાં પોતાનો મહત્વનો ફાળો આપી રહ્યા છે. પ્રમુખ મોહન ભાગવતની આ યાત્રા આજથી એટલે કે શનિવારથી શરૂ થઈ છે. તે ઉપરાતં ગૃહમંત્રી અમિત શાહ આવનારા દિવસોમાં 19 અને 20 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળની મુલાકાત કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 ઓગસ્ટ મહિના પછીનો RSS ના વડા મોહન ભાગવતનો આ પશ્ચિમ બંગાળનો પાંચમો પ્રવાસ છે. તેમનું લક્ષ્ય સંગઠનને વધુ મજબુત કરવાનું છે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની આ મુલાકાતને મહત્વની ગણવામાં આવી રહી છે કારણ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પહેલા તેમણે આ રાજ્યની મુલાકાત કરી છે, આવનારા દિવસોમાં પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે ત્યારે તેમનો આ પ્રવાસ મહત્વનો મનાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પશ્ચિમ બંગાળની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમના કાફલા ઉપર હુમલો પણ થયો હતો. જો કે, જેપી નડ્ડાની કાર બુલેટપ્રૂફ હતી, તેથી તેમને ઈજા પહોંચી ન હતી. ભાજપે આ ઘટનાનો આરોપ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો.
સાહિન-