- મંકાીપોક્સનો ટેસ્ટ પણ આરટીપીસીઆર થશે
- 50 મિનિટમાં ટેસ્ટનું રિઝલ્ટ મળશે
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ છે ત્યા બીજી તરફ મંકિપોક્સના કેસો પમ વધતા જોવા મળી રહ્યો છે કુલ 60 જેટલા કેસોની પૃષ્ટિ કરાી છે ત્યારે કેન્દ્ર પણ ચિંતામાં છે ,મંકીપોક્સને લઈને તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે અને સતર્કતા દાખવવામાં આવી રહી છે જો કે હવે મંકીપોક્સના દર્દીઓની ભાળ કરવી સહેલી બની છે.
ભારતની એકમાત્ર કંપની Genes2Me એ એવો RT-PCR ટેસ્ટ તૈયાર કર્યો છે જે 50 મિનિટમાં મંકીપોક્સનું પરિણામ આપશે આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે આ ટેસ્ટ માત્ર અને માત્ર મંકીપોક્સ માટે વિકસાવવામાં આવ્યો છે. આ ટેસ્ટ દ્વારા 50 મિનિટથી ઓછા સમયમાં વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત છે કે નહીં તે જાણી શકાશે.
આ કિટનો ઉપયોગ એરપોર્ટ, હોસ્પિટલ, હેલ્થ કેમ્પમાં સ્ક્રીનિંગ દરમિયાન થઈ શકે છે. શુષ્ક સ્વેબ અને સ્વેબ બંનેનો ઉપયોગ પરીક્ષણ માટે કરી શકાય છે. Genes2Meના CEO નીરજ ગુપ્તાએ આપેલી જાણકારી પ્રમાણે હાલમાં સંસાધનોની મદદથી એક અઠવાડિયામાં 50 લાખ ટેસ્ટ કીટનું નિર્માણ કર્યું છે,પુરતી સાધનોની સુવિધા મળતા લાખોમાં આ કીટ બનાવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.જો કે મહત્વની વાત છે કે હજી સુધી આ કીટને માર્કેટ માટે મંજૂરી મળી નથી, ICMR દ્રારા મંજૂરી મળશે તો આ ટેસ્ટ કીટ માર્કેટમાં ઉપલબ્ધ કરાવી શકાશે,