Site icon Revoi.in

સુરતમાં ખીચો-ખીચ વિદ્યાર્થીઓને ભરતા સ્કૂલવાન-રિક્ષા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી, 6 લાખનો દંડ વસુલાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ સ્કૂલવાન અને રિક્ષાઓમાં સ્કૂલ જાય છે. જો કે, કેટલાક સ્કૂલવાન અને સ્કૂલરિક્ષાના ચાલકો કમાવી લેવાની લહાયમાં મર્યાદા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડવા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન સુરતમાં ખીચો ખીચ વિદ્યાર્થીઓને ભરીને જતી સ્કૂલવાન અને રિક્ષા ચાલકો સામે આરટીઓએ લાલ આંખ કરીને કાર્યવાહી શરૂ કરી છે. બાળ અધિકાર આયોગની સુચના બાદ હરકતમાં આવેલા આરટીઓએ કાર્યવાહી હાથ ધરીને 51 રીક્ષા અને વાન ચાલકો સામે કાર્યવાહી કરી છે અને તેના માલિકો પાસેથી લગભગ 6 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાળ આયોગે ફરિયાદના આધારે શિક્ષણાધિકારીને પત્ર લખ્યો હતો. જેમાં કલેકટરે આરટીઓને દર મહિને સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવા આદેશ કર્યો છે. મળતી માહિતી અનુસાર હવે આરટીઓ અઠવાડિયામાં બે દિવસ સ્પેશિયલ ડ્રાઈવ કરશે. દરમિયાન આરટીઓએ શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. તેમજ આરટીઓએ લિમિટ કરતા વધારે વિદ્યાર્થીઓ ભરેલા 51 જેટલા વાહન ઝડપી લીધા હતા. તેમજ તેમના ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આરટીઓની કાર્યવાહીને પગલે સ્કૂલવાન અને રિક્ષા ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

દરમિયાન અમદાવાદ શહેરના છેવાડે સિંધુભવન રોડ અસમાજીત તત્વો અને ઘનાઢ્ય પરિવારના કુછંદે ચડેલા નબીરાઓનો અડ્ડો બન્યા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન પોલીસે સિંધુભવન રોડ ઉપર વિવિધ કાફે સહિતના સ્થળો ઉપર તપાસ કરી હતી. જેથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.