1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં RTOના વાંકે સ્કુલ ડ્રાઈવનો થયો ફિયાસ્કો
અમદાવાદમાં RTOના વાંકે સ્કુલ ડ્રાઈવનો થયો ફિયાસ્કો

અમદાવાદમાં RTOના વાંકે સ્કુલ ડ્રાઈવનો થયો ફિયાસ્કો

0
Social Share
  • સ્કુલ ડ્રાઈવના સમયે આરટીઓ અધિકારીઓ મોડા આવ્યા,
  • જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ RTO અધિકારીઓની રાહ જોઈને બેસી રહ્યો,
  • બન્ને કચેરીઓ વચ્ચે સંકલનનો અભાવ

અમદાવાદઃ શહેરમાં સગીર વયના કિશોરો બાઈક-સ્કૂટરો સહિત વાહનો લઈને શાળાઓમાં આવતા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ આરટીઓના સહયોગની આજે શુક્રવારે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણાધિકારીએ આજે ત્રણ સ્કુલમાં ડ્રાઈવ કરવાનું નક્કી કર્યું હતું. અને સવારે ડીઈઓના અધિકારી અને સ્ટાફ નિયત કરેલી સ્કુલ પર પહોંચી ગયા હતા. પણ આરટીઓની ટીમ એક કલાક બાદ સ્કૂલ પર પહોંચી હતી. જેને કારણે સ્કૂલ ડ્રાઈવનો ફિયાસ્કો થયો હતો.

અમદાવાદમાં વાહનો લઈને સ્કૂલે જતા બાળકોની સલામતી માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, ફાયર વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા સાથે મળીને ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી માટે આરટીઓ તંત્રના અધિકારીઓ સમયસર સ્કૂલે પહોંચ્યા જ નહીં અને બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે પહોંચી ગયા બાદ ડ્રાઈવના સમય કરતા એક કલાક કરતા પણ વધુ સમય બાદ આરટીઓની ટીમ સ્કૂલે પહોંચી હતી. આજે ત્રણ સ્કૂલમાં આરટીઓ, ફાયર વિભાગ અને DEO કચેરી દ્વારા ભાગીદારીથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્રણમાંથી એક પણ સ્કૂલમાં આજે ડ્રાઈવ કરી શકાઈ નહતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી આરટીઓ તંત્ર દ્વારા શાળાઓમાં સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા સહિત સ્કૂલ બસની ચકાસણી માટે ડ્રાઈવ યોજવામાં આવે છે. પરંતુ આજથી શરૂ થનારી હેલ્મેટ, લાઇસન્સ વિનાના વાહનચાલક વિદ્યાર્થીઓ સામે જે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો ફિયાસ્કો થયો હતો. આજે સવારે 7 વાગ્યાથી અમદાવાદ શહેરની સી.એન. વિદ્યાલય ખાતે DEO કચેરી સહિત ફાયર અને આરટીઓ વિભાગના અધિકારીઓ સાથે મળીને હેલ્મેટ અને લાઇસન્સ વિના વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ તથા સ્કૂલમાં ફાયર સેફ્ટીના સાધનો કઈ સ્થિતિમાં છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જો કે, સમય કરતા પહેલા જ DEO કચેરીના અધિકારીઓ સ્કૂલે પહોંચી ગયા હતા. પરંતુ આરટીઓ અધિકારીઓ જ સમય કરતા મોડા પહોંચતા આ ડ્રાઈવનું આયોજન થઈ શક્યું નહોતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code