- રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
- રિપોર્ટ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટી રહેવુ પડશે
- શ્રદ્ધાળુઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે લેવાયો નિર્ણય
અમદાવાદઃ હરિદ્વારમાં કુંભમેળોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા કુંભમેળોની સમાપ્તની કેટલાક અખાડાઓએ જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ગયા હતા. કુંભમેળામાં ગયેલા ગુજરાતના નાગરિકો પરત આવે ત્યારે સીધો પ્રવેશ નહીં આપવામાં આવે. આ શ્રદ્ધાળુઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. તેમજ જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી આઈસોલેટ રહેવુ પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કુંભમેળામાં કોરોનાનું સંક્રમણ ફેલાતા ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે. તેમજ ત્યાં ગયેલા ગુજરાતની જનતાને લઈને કેટલાક મહત્વના નિર્ણય લેવાયો છે. આ ગંભીર હાલતને ધ્યાનમાં રાખી રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કુંભમેળામાંથી પરત આવતા ગુજરાતના લોકોને સીધા આવવા નહીં દેવાય. તેઓને કવોરન્ટાઈન કરીને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અગાઉ સુરતથી કુંભમેળામાં ગયેલા 300 જેટલા ભાવિકો પરત આવતા તેમના ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમાંથી 13 પોઝીટીવ માલુમ પડયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુઓના પવિત્ર કુંભમેળામાં લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો છે. જેમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા તંત્રની ચિંતામાં વધારો થયો હતો. દરમિયાન વિવિધ અખાડા દ્વારા કુંભનો મેળો સમાપ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય.