લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં જે પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું તેમાં રૂદ્રાશ કેન્વેશન સેન્ટરનું વિશેષ મહત્વ છે. દેશની સાંસ્કૃતિક રાજધાનીના મધ્યમાં 186 કરોડના ખર્ચે નિર્મિત આ સેન્ટર ભારત અને જાપાનની મિત્રતાનું અનોખું પ્રતિક છે.
જાપાનના વડાપ્રધાન શિંજો આવે જ્યારે ડિસેમ્બર 2015માં ભારતના પ્રવાસે આવ્યાં હતા ત્યારે વડાપ્રધાન મોદી તેમને વારાણસી લઈને આવ્યાં હતા. અહીં બંને મહાનુભાવો ગંગા આરતીના પણ સાક્ષી બન્યાં હતા. આ દરમિયાન બંને નેતાઓ આ મહાત્વાકાક્ષી પરિયોજનાની આધારશિલા રાખી હતી. જેમાં જાપાની અને ભારતીય વાસ્તુ શૈલીઓનું સંગમ જોવા મળે છે.
રુદ્રાક્ષના બનવાથી શહેરમાં સાંસ્કૃતિક અને પ્રવાસી ભારતીય દિવસ જેવા વૈશ્વિક આયોજન માટે જગ્યાની સમસ્યા ઉભી નહીં થાય. આ સેન્ટરમાં 1200 લોકો એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા છે. 150 લોકોની ક્ષમતા વાળો મીટીંગ હોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક વીઆઈપી રૂમ અને ચાર ગ્રીન રૂમ પણ છે. સેન્ટરની છત શિવલિંગના આકાર જેવી બનાવાઈ છે. સેન્ટરના બહારના ભાગમાં એલ્યુમિનિયમ નિર્મિત 108 સાંકેતિક રૂદ્રાશ પણ લગાવવામાં આવ્યાં છે. પરિસરમાં જાપાની શૈલીનું ગાર્ડન અને લેંડસ્કેપિંગ પણ કરાયું છે. રુદ્રાક્ષને જાપાનની એજન્સીએ ફંડિંગ કર્યું છે. ડિઝાઈન પણ જાપાનની કંપનીએ તૈયાર કરી છે.
આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જ્યારે દુનિયા રોકાઈ ગઈ હતી. ત્યારે કાશીમાં વિકાસની ધારા અવિરત ચાલું રહી હતી. કાશીના વિકાસનો આ આયામ ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એન્ડ કન્વેશન સેન્ટર રુદ્રાક્ષ આજે આ રચનાત્મકતા અને ગતિશીલતાનું પરિણામ છે. બનારસના રોમ-રોમમાં ગીત-સંગીત અને કલા છે. અહીં ગંગા ઘાટ પર કેટલીક કલાઓ વિકસી છે. બનારસ ગીત-સંગીત, ધર્મ-આધ્યાત્મ અને જ્ઞાન-વિજ્ઞાનનું બહું મોટુ ગ્લોબલ સેન્ટર બની શકે છે.