ભુજ: કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજને જોડતો વર્ષો જુના રૂદ્રમાતા પુલ જર્જરિત બનતા જેના સમારકામની માગણી ઉઠતા હાઈવે ઓથોરિટી દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડી પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને લીધે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેમાં ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કરાયો છે. પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો થતા અને અચાનક નિર્ણયથી ટ્રાન્સપોર્ટરો અને ટ્રક સંચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા.
ભૂજ નજીક નેશનલ હાઈવે પરના રૂદ્રમાતા બ્રિજને મરામત કરવાનો નિર્ણય લેવાતા ભારે વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા જાહેરનામુ બહાર પાડી ભારે વાહનો માટે પુલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યા સુધી પુલનુ રીપેરીંગ પુર્ણ ન થાય ત્યા સુધી ખાવડાથી આવતા વાહનો માટે વૈકલ્પીક રસ્તાઓ પરથી પસાર થવા માટે જણાવવામાં આવ્યું હતું. હાઈ-વે ઓથોરિટીના નોટીફીકેશન બાદ ખાવડાથી ભુજ વચ્ચે હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા હતા. આ માર્ગ પર એક તરફ કચ્છના ખાવડા નજીક આવેલા મીઠાં ઉદ્યોગ અને બીજી તરફ સોલાર પ્રોજેક્ટને કારણે દરરોજની હજારો વાહનોની અવરજવર આ રસ્તા પર થતી હોય છે. ત્યારે તંત્રએ જાહેરનામુ બહાર પાડી દેતા સવારથી આ માર્ગ પર ભારે વાહનોને આ બ્રિજ પરથી અવરજવર કરવા માટે મનાઈ ફરમાવામાં આવી હતી અને ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રૂદ્રમાતા બ્રીજ બંધ કરાતાં ખાવડાથી-લોરીયા ચેકપોસ્ટ વચ્ચે હજારો વાહનોના પૈડા થંભી ગયા છે અને ટ્રકોની લાંબી કતારો લાગી હતી. વહીવટી તંત્રએ ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો થતા અને અચાનક નિર્ણયથી ટ્રાન્સપોર્ટરો અને ટ્રક સંચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા.
ઉલ્લેખનિય છે કે ભુજ-ખાવડ઼ા માર્ગને નવો બનાવવામાં આવ્યો છે. હાલમાં પુલના રીપેરીંગનું કામ ચાલુ છે ત્યારે અચાનક નિર્ણયથી ટ્રાન્સરપોર્ટ ઉદ્યોગને મોટુ નુકશાન થઈ શકે છે કારણ કે નિયત કરેલા ભાડામા વધારો થશે નહી અને ખાવડાથી નખત્રાણા થઇ ફેરો થતો હોવાથી 40થી90 કિ.મી જેટલુ વધારાનુ અંતર કાપવુ પડશે. હાલમાં નિમાયેલા પાવરપટ્ટી ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના સભ્યોએ તંત્રના અચાનક નિર્ણય સામે ઉદ્યોગને લાખો રૂપીયાના નુકશાનીના દાવા સાથે વહીવટી તંત્ર સમક્ષ નારાજગી દર્શાવી હતી. (file photo)