અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાના શિક્ષણ બોર્ડ નિયમો જાહેર કર્યાં છે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમ અનુસાર ધો-1 અને 2ના વિદ્યાર્થીઓના પરિણામ પત્રકમાં વિદ્યાર્થીઓના નામ સાથે વર્ગ બઢતી એમ લખવામાં આવશે. અન્ય કોઈ વિગતો દર્શાવવામાં નહીં આવે. ધો-3થી 8માં રચનાત્મક અને સ્વ મૂલ્યાંકનના આધારે 100 ગુણ અનુસાર વિષય પ્રમાણે પરિણામ તૈયાર કરાશે. આ વર્ષે થયેલા હોમ લર્નિંગ અને ઓનલાઈન શિક્ષણ કાર્યને ધ્યાનમાં રાખીને પરિણામ પત્રકો તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ધો-3થી 8માં સત્રવાર રનાચ્મક મૂલ્યાંકનપત્રક Aમાં દર્શાવવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓનું 40 પ્લસ 40 એમ 80 ગુણનું મૂલ્યાંકન થશે. ઓનલાઈન શિક્ષણમાં અને હોમ લર્નિંગમાં વિદ્યાર્થી કેટલો જોડાયો તેના આધારે 20 ગુણનું સ્વ મૂલ્યાંકન કરાશે. ધો-3થી 7ના વિદ્યાર્થીઓમાં ગ્રેડ દર્શાવાશે નહીં. જ્યારે ધો-8ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ દર્શાવામાં આવશે.
ધોરણ દીઠ જાહેર કરાયેલા ટોટલ ગુણના માળખા અનુસાર ધો-3માં કુલ ગુણ 300, ધો-4માં 420, ધો-5માં 500 તથા ધોરણ -6થી 8માં 700 ગુણ રહેશે. જાહરી અને શારીરિક વિકાસ વિગેરે બાબતો દર્શાવવામાં નહીં આવે. ધો-5 અને 8ના વિદ્યાર્થીઓને તેમના પરિણામને ધ્યાનમાં લીધા વગર વર્ગ બઢતી આપવામાં આવશે.