- આખા કાનની શોભા વધારતા ટ્રેન્ડી ઇયર કફ કમ એરિંગ્સ
- આ ઈયરિંગ્સથી આખાકાનની શોભા વધે છે
સ્ત્રીઓ પોતાનો શણગાર કરવા અવનવા ઘરેણાઓનો ઉપયોગ કરતી જોવા મળે છે, સ્ત્રીઓ પોતાના હાથ, પગ,કાન ,નાક ને અવનવા ઘરેણાથી સજાવતી હોય છે, આભુષણો સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, ત્યારે આજે વાત કરીશું આપણે કાનને કવર કરી લે તેવા આખા ઈયરિંગસની ફેશનની, આજકાલ અનેક યુવતીઓને આપણે આવો લોંગ, વિછીં આકારના ઈયરિંગ્સ પહેરતા જોઈ હશે, આ ઈયરિંગ્સથી તમારા કાનની સ્કિનની શોભા વધે છે.
ખરેખરમાં આ આખા કાન ઢંકાઈ જાય તેના ઈયરિંગ્સ પહેરવાનો ટ્રેન્ડ પહેલાના દાયકાઓમાં જોવા મળતો જે હવે આજની ફેશન પણ બની છે. આ ઈયરિંગ્સથી કાનનની બુટ્ટી જે કહેવાય છે જ્યા હોલ પાડવામાં આવ્યો હોય છે તેજ જગ્યા પર પહેરવામાં આવે છએ, પરંતુ તેનો શેપ એવો હોય છે કે જે કાનની બુટ્ટીથી લઈને ગોળાકાર આખા કાનને કવર કરી લે છે, જે તમે આ ફોટોમાં જોઈ શકો છો.
સૈ પ્રથમ કાનમાં 2 ,3 કે 4 હોલ પડાવીને એટલા ઈયરિંગ્સ પહેરવાની ફેશ હતી, આજે પણ આપણે ઘણા સમૂદાયોમાં જોઈએ છીએ કે તેઓ 4થ5 પણ વધુ કાનમાં બુટ્ટી પહેરતા હોય છે, પરંતુ આ ફેશન આઘુનિક છે, જે માત્ર એક જ ઈયરિંગથી આખા કાનને કવર કરી લે છે,અને કાનમાં પડાવવામાં આવતા 4 કે 5 જેટલા હોલથી આપણે બચી પણ શકીએ છીએ.
આ ઈયરિંગ્સનો ફાયદો એજ છે કે માત્ર કાનમાં પાડવામાં આવતા એક જ હોલમાં આપણે 4 કે 5 ઈયરિંગ્સ પહેર્યા હોય તેની અનુભુતિ થાય છએ, અને વધુ ઈયરિંગ્સ પહેરવાનો આપણો શોખ પણ પુરો થાય છે