Site icon Revoi.in

અમેરિકી ડૉલર સામે રૂપિયો 11 પૈસા વધીને 82.48 પર પહોંચ્યો

Social Share

દિલ્હીઃ- ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે સોમવારે શરૂઆતી કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 11 પૈસા સુધરીને 82.48 પર પહોંચ્યો હતો.વેપારીઓએ જણાવ્યું હતું કે યુએસ ડોલરની મજબૂતી અને સ્થાનિક તેમજ વૈશ્વિક ઈક્વિટીમાં નબળા વલણે રૂપિયાને ટેકો આપ્યો હતો. યુએસ ડૉલરની મજબૂતાઈ અને સ્થાનિક તેમજ વૈશ્વિક શેરબજારોમાં નબળા વલણે રૂપિયામાં લાભ મર્યાદિત કર્યો છે.

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત રીતે 82.48 પર ખુલ્યો હતો, બાદમાં થોડો ઘટાડો કરીને 82.52 પર ટ્રેડ થયો હતો. થોડા સમય પછી, રૂપિયો 11 પૈસાની મજબૂતી સાથે 82.48 પર ટ્રેડ કરી રહ્યો હતો. સ્થાનિક ચલણ 82.46 થી 82.55 ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. શુક્રવારે અમેરિકી ડોલર સામે રૂપિયો 82.59 ના સ્તર પર બંધ થયો હતો.

આ દરમિયાન, વિશ્વની છ મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની મજબૂતાઈ અથવા નબળાઈ દર્શાવતો ડૉલર ઈન્ડેક્સ 0.16 ટકા વધીને 103.87 પર પહોંચ્યો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.52 ટકા ઘટીને બેરલ દીઠ $75.59 હતું. શેરબજારના આંકડા મુજબ શુક્રવારે પણ વિદેશી રોકાણકારો ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. આ દરમિયાન તેણે 1,766.53 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.