ગ્રામીણ સહકારી બેંકો કોમર્શિયલ રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટરમાં લોન આપી શકશે
નવી દિલ્હીઃ શહેરી સહકારી બેંકો માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા બમણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ મહત્વપૂર્ણ નીતિ વિષયક નિર્ણયો જાહેર કર્યાં છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સહકારી બેંકો દ્વારા ધિરાણ પ્રવાહ વધારવા માટે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ પગલાંને આવકાર્યું હતું.
ભારતીય રિઝર્વ બેંકે સહકારી ક્ષેત્ર માટે ત્રણ અત્યંત મહત્વપૂર્ણ નીતિ વિષયક નિર્ણયો જાહેર કર્યા છે, પ્રથમ, શહેરી સહકારી બેંકો માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા બમણી કરવામાં આવી છે. આ નિર્ણય સાથે, ટિયર 1 અર્બન કોઓપરેટિવ બેંકો (UCBs) માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા હવે રૂ. 30 લાખથી વધારીને રૂ. 60 લાખ, ટિયર 2 UCB માટે રૂ. 70 લાખથી રૂ. 1.40 કરોડ અને ગ્રામીણ સહકારી બેન્કો (RCBs) માટે રૂ. 30 લાખથી વધારીને રૂ. 60 લાખ કરવામાં આવી છે. મર્યાદા અનુક્રમે 20 લાખ અને 30 લાખથી વધારીને 50 લાખ અને 75 લાખ કરવામાં આવી છે. બીજા મોટા નિર્ણયમાં, ગ્રામીણ સહકારી બેંકો (RCBs) ને કોમર્શિયલ રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટરને ધિરાણ આપવાની મંજૂરી આપવામાં આવી છે, જે ગ્રામીણ સહકારી બેંકોનો વ્યાપ વધારશે અને લોકોને ઘરો કિફાયત રીતે પ્રદાન કરવાના સંકલ્પને પણ પ્રોત્સાહન આપશે. ત્રીજા મોટા નિર્ણયમાં, હવે શહેરી સહકારી બેંકોને તેમના ગ્રાહકોને કોમર્શિયલ બેંકોની જેમ ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી, સહકારી બેંકોને હવે સ્પર્ધાત્મક બેંકિંગ ક્ષેત્રમાં એક સ્તરનું સ્થાન મળશે, તેઓ અન્ય બેંકોની જેમ ગ્રાહકોને ડોર ટુ ડોર બેંકિંગ સુવિધા પણ પૂરી પાડી શકશે. સહકારી બેંકો દ્વારા હાઉસિંગ સેક્ટરમાં ધિરાણના પ્રવાહમાં વધારો થવાથી આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે, મૂડી નિર્માણમાં વધારો થશે અને રોજગાર નિર્માણમાં વધારો થશે, જેની અર્થતંત્રમાં ગુણક અસર થશે.
અમિત શાહે કહ્યું કે, એક વર્ષથી ઓછા સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્ર માટે ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા છે, જેની લાંબા સમયથી જરૂર હતી. સહકારી ક્ષેત્રમાં દેશના ખેડૂતો, કૃષિ અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને સશક્તીકરણની અપાર સંભાવનાઓ છે, તેથી જ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સહકારી ક્ષેત્રને સશક્ત બનાવવાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ મંત્ર આપીને સતત કામ કરી રહી છે.