Site icon Revoi.in

ગુજરાતમાં જંત્રીના દર વધે તે પહેલા જ દસ્તાવેજો માટે ધસારો, કેટલીક કચેરીઓમાં 15 એપ્રિલ સુધી સ્લોટ પેક

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં 15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થશે, સરકારે કરેલી જાહેરાત મુજબ જંત્રીના દર જે હાલમાં છે. તે ડબલ થઈ જશે. 15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થવાનો હોવાથી હાલ દસ્તાવેજ માટે તમામ રજિસ્ટ્રારની કચેરીઓમાં બારે ભીડ જોવા મળી રહી છે. કચેરીઓ દ્વારા હાલ રોડ 100 અરજદારોને દસ્તાવેજ માટે ટોકન આપવામાં આવે છે, એટલે કહેવાય છે. કે, કેટલીક કચેરીઓમાં તો 15મી એપ્રિલ સુધીનો સ્લોટ પેક થઈ ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 15 એપ્રિલથી જંત્રીના નવા દરના અમલને લઈને દસ્તાવેજોની નોંધણી માટે ધસારો જોવા મળી રહ્યો છે. જેના પગલે અમુક રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે 15 એપ્રિલ પછીના ટોકન મળી રહ્યા છે. તેથી જે દસ્તાવેજો માટે 15 એપ્રિલ પછીના ટોકન મળ્યા હશે તેમને નવા જંત્રી પ્રમાણે દસ્તાવેજ નોંધાવવા પડશે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર વિન્ડો ઓપન કરવાની તૈયારી કરી રહી છે. જેમાં રોજના ટોકનની સંખ્યા વધારી વધુ સંખ્યામાં દસ્તાવેજો નોંધવામાં આવશે. બીજી બાજુ, નવી જંત્રીના અમલ પહેલાં કન્સ્ટ્રક્શન માળખા પર થનારી અસરોને લઈને ક્રેડાઈએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દર બમણા કરી દીધા હતા. જો કે, તાકીદે તેના અમલને લઈને વિરોધ શરૂ થયા બાદ સરકાર દ્વારા 15 એપ્રિલથી તેનો અમલ કરવાની જાહેરાત કરી હતી. આમ, જંત્રીના અમલ માટે મુદત મળ્યા બાદ દસ્તાવેજોની નોંધણી માટે ધસારો જોવા મળ્યો છે. જોકે, હવે 15 એપ્રિલની મુદત નજીક આવી રહી છે ત્યારે ફરી જંત્રીના દરના અમલને લઈને બિલ્ડર લોબીમાં હલચલ ચાલુ થઈ છે. ક્રેડાઈ દ્વારા જંત્રીના અમલ મુદ્દે મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં 15 એપ્રિલથી જંત્રીના અમલને લઈને કન્સ્ટ્રક્શન માળખા પર જે અસર થવાની છે તે બાબતને લઈને ચર્ચા કરવા માટે સમય માંગ્યો છે. આમ, નવી જંત્રીનો અમલ થાય તે પહેલા તેમાં રહેલી વિસંગતતા દૂર કરવા માટે બિલ્ડરો ફરી એકવાર મુખ્યમંત્રીને મળવા માંગે છે.  આ ઉપરાંત દસ્તાવેજોની નોંધણી માટે ભારે ધસારો થતાં લોકોને ટોકન મેળવવા માટે ઘણા દિવસો સુધી રાહ જોવાનો વારો આવ્યો છે. રજિસ્ટ્રાર કચેરીમાં રોજના નક્કી કરેલા ટોકન ઈશ્યૂ થઈ ગયા બાદ સ્લોટ બંધ કરી દેવામાં આવતા હોય છે. જેથી ઘણી રજિસ્ટ્રાર કચેરીમાં 15 એપ્રિલ સુધીના બુકિંગ થઈ જતાં એપોઈન્મેન્ટ માટેના સ્લોટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી ઘણા લોકોને 15 એપ્રિલ પછીની ટોકન મળતા હોવાથી તેમને નવા જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.