નવી દિલ્હીઃ રશિયામાં રાજધાની મોસ્કો પાસે આવેલા કોન્સર્ટ હોલ પરિસરમાં 3 સશસ્ત્ર હુમલાખોરોએ ફાયરિંગ કરતા 70 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 100થી વધારે લોકો ઘાયલ થયા હતા. જેથી 70થી વધારે ડોક્ટરો અને એમ્બ્યુલન્સ પીડિતોની સહાયની કામગીરીમાં વ્યસ્ત છે. આ પરિસરની છત પર ભીષણ આગ લાગી હતી, જેથી સુરક્ષામાં રશિયન સુરક્ષાદળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા લગભગ 100 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઈસ્લામિક સ્ટેટે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલાની ભારત, ઈટાલી, ફ્રાંસ, સ્પેન, જર્મની સહિતના દેશોએ નિંદા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું હતું કે, દુ:ખની આ ઘડીમાં ભારત રશિયાની સાથે છે.