વિશ્વના સૌથી વિવાદિત દરિયાઈ વિસ્તારમાં રશિયા અને ચીન કરશે યુદ્ધાભ્યાસ,21 થી 27 ડિસેમ્બર સુધી ચાલશે યુદ્ધાભ્યાસ
દિલ્હી:સમગ્ર વિશ્વને ડરાવવા માટે રશિયા સતત કામ કરી રહ્યું છે.પહેલા તેણે વિશ્વની સૌથી ખતરનાક મિસાઈલ એવનગાર્ડ તૈનાત કરી..ત્યારે હવે રાજધાની મોસ્કોથી સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિશ્વ પરેશાન થઈ શકે છે.રશિયાએ કહ્યું છે કે,તેની નૌસેના ચીની નૌસેનાના સહયોગથી 21 થી 27 ડિસેમ્બર સુધી પૂર્વ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ કરશે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે,અમે ચીનની નૌસેના સાથે પરસ્પર નૌસેનાના સંબંધોને મજબૂત કરવા માંગીએ છીએ.એટલા માટે મોસ્કો અને બેઇજિંગ સંયુક્ત રીતે પૂર્વ ચીન સમુદ્રમાં નેવલ ડ્રીલ કરશે.આ કવાયત 21 થી 27 ડિસેમ્બર સુધી ચાલશે.આ દરમિયાન મિસાઈલ છોડવામાં આવશે.આર્ટિલરી પર પણ હુમલો કરવામાં આવશે.તેમજ સબમરીનને પણ નિશાન બનાવવામાં આવશે
રક્ષા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ નૌકા કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના નૌકા સંબંધોને સુધારવા અને ગાઢ બનાવવાનો છે. આનાથી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શાંતિનું વાતાવરણ સર્જાશે. આ કવાયતમાં ચીન તરફથી બે ડિસ્ટ્રોયર, પેટ્રોલ શિપ, સપ્લાય શિપ અને એક સબમરીન સામેલ કરવામાં આવશે.