રશિયા યુક્રેન વચ્ચે યુરોપિયન યુનિયન આવ્યું યુક્રેનની મદદે,કરી જંગી આર્થિક મદદની જાહેરાત
- રશિયા યુક્રેન વચ્ચે વિવાદ
- ઈયુની યુક્રેનની આર્થિક મદદ
- રશિયાને આર્થિક રીતે નુક્સાન
દિલ્હી:રશિયા યુક્રેન વચ્ચે જે પણ વિવાદ ચાલી રહ્યો છે તેવામાં યુક્રેનની મદદ માટે યુરોપિયન યુનિયનના (ઈયુ) મોટા ભાગના દેશો આગળ આવીને મદદ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રશિયાની આર્થિક સ્થિતિ બગડી રહી છે કારણ કે તેની કરન્સીનું મૂલ્ય ઓછું થઈ રહ્યું છે.
યુરોપિયન યુનિયને યુક્રેનને આર્થિક મદદ મોકલી છે. પ્રથમ હપ્તામાં યુરોપિયન યુનિયને યુક્રેનને 500 મિલિયન યુરો એટલે કે 4 હજાર 175 કરોડ રૂપિયાની મદદ મોકલી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુરોપિયન યુનિયનનો આર્થિક મદદ માટે આભાર માન્યો છે.
યુક્રેનની સરકારે દાવો કર્યો છે કે,રશિયાએ 10 દિવસના સંઘર્ષમાં તેના 10,000 સૈન્ય કર્મચારીઓને ગુમાવ્યા છે. આ સિવાય યુક્રેને 269 ટેન્ક, 945 બખ્તરબંધ લડાયક વાહનો અને 45 મલ્ટી-રોકેટ પ્રક્ષેપણ પ્રણાલીઓને પણ નષ્ટ કરી છે, જેમાં રશિયન સેનાના 79 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરનો પણ સમાવેશ થાય છે. યુક્રેનનું કહેવું છે કે રશિયા આ યુદ્ધ હારી ગયું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ શનિવારે દેશને રશિયાના આક્રમણથી લડવામાં મદદ કરવા માટે અમેરિકી સીનેટરોને વધુ વિમાન મોકલવાનો આગ્રહ કર્યો છે. તો યુક્રેનના મારિયુપોલ અને વોલ્નોવાખાથી લોકોને કાઢવા માટે લાગૂ થયેલું સીઝફાયર તૂટી ગયું છે.
યુક્રેન પર રશિયાએ મોટો આરોપ લગાવ્યો કે યુક્રેનની સેનાએ ભારતીયોનો રસ્તો રોક્યો. ઉત્તર પૂર્વી યુક્રેનમાં ભારતીયો ફસાયેલા છે. તો યુક્રેનનો દાવો છે કે તેણે 10 હજાર ભારતીયોને બહાર કાઢ્યા છે.