Site icon Revoi.in

યુક્રેન વિવાદ મુદ્દે ભારતના વર્તનથી રશિયા ખુશ

Social Share

દિલ્હી: રશિયા-યુક્રેન વિવાદ પર ભારત સરકાર દ્વારા જે રીતે વલણ દાખવવામાં આવ્યું છે તેને લઈને રશિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. રશિયા મિશનના ઉપ પ્રમુખ રોમન બાબૂશ્કિને બુધવારે કહ્યું કે ભારત એક જવાબદાર વૈશ્વિક શક્તિ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને તેણે વૈશ્વિક બાબતોમાં ‘સ્વતંત્ર અને સંતુલિત’ અભિગમ અપનાવ્યો છે જે પ્રશંસનીય છે.

યૂક્રેન-રશિયા તણાવ વચ્ચે સોમવારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બોલતા તમામ પક્ષોને સંયમ વર્તવાની અપીલ કરી હતી. ભારતે તમામ દેશોના સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખતા તણાવ ઓછો કરવાની દિશામાં મળીને કામ કરવાનું આહવાન કર્યું હતું. ભારતના સ્વતંત્ર અને પારદર્શક અભિગમની રશિયાએ બુધવારે પ્રશંસા કરી.

બાબૂશ્કિને કહ્યું કે રશિયા અને ભારતના સંબંધ મજબૂત અને નક્કર પાયા પર આધારિત છે અને બંને દેશો વચ્ચે અતૂટ વિશ્વાસ છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત અને રશિયાના સંબંધ આ સ્તર પર જળવાઈ રહેશે. બાબૂશ્કિને કહ્યું કે અમારો સહયોગ કોઈના માટે જોખમ નથી અને આ સાથે જ અમે ન્યાયોચિત અને સમાનતા પર આધારિત બહુધ્રવીય વિશ્વ સ્થાપિત કરવા માટે ખભાથી ખભો મીલાવીને ચાલી રહ્યા છીએ.

તેમણે આશા વ્યક્ત કરી કે ભારત અને રશિયાના સંબંધ આ સ્તર પર જળવાઈ રહેશે. યૂક્રેન સંકટ પર રશિયાના રાજદૂતે કહ્યું કે પશ્ચિમી તાકાતો ક્ષેત્રને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહી છે તથા રશિયા વિરુદ્ધ પશ્ચિમી દેશોના પ્રતિબંધ વૈશ્વિક અર્થવ્યવસ્થા સમક્ષ અસ્થિરતા પેદા કરશે.