અમેરિકાનો દાવો, યુક્રેનની શાળા પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો
- રશિયા-યુક્રેન વિવાદ
- અમેરિકાએ કર્યો દાવો
- રશિયાએ કર્યો યુક્રેનની શાળા પર હુમલો
દિલ્હી: અમેરિકા તથા નાટોના દેશો રશિયા-યુક્રેન વિવાદને લઈને ચિંતામાં છે. તમામ દેશોને ડર છે કે રશિયા કોઈ પણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે ત્યારે અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો કે રશિયા દ્વારા યુક્રેનની શાળા પર હુમલો કરવામાં આવ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશોએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ અલગતાવાદીઓના કબજા હેઠળના ડોનેસ્કમાં હુમલો કર્યો છે. આ પછી અમેરિકા સહિત ઘણા મોટા દેશો તેને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો સંકેત માની રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે યુક્રેનમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તે જોઈને લાગે છે કે બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે. રશિયા પણ અલગતાવાદીઓની મદદથી ખોટા ફ્લેગ ઓપરેશન ચલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કિવમાં યુએસ એમ્બેસીએ ટ્વિટ કર્યું કે યુક્રેનિયન સરકાર દ્વારા નિયંત્રિત વિસ્તાર ડોનવાસમાં એક શાળાને રશિયન સ્ટાનિટસિયા લુહાન્સકાના તોપમારાથી નુકસાન થયું છે. આ હુમલામાં બે શિક્ષકો ઘાયલ થયા છે, જ્યારે એક ગામની વીજળી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ડોનબાસમાં હુમલાખોર સ્પષ્ટપણે રશિયા છે. જો અમેરિકી દૂતાવાસનો દાવો સાચો નીકળે તો આ હુમલો મિન્સ્ક કરારોનું સીધું ઉલ્લંઘન છે.