નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પહોંચી ચુકી છે. કિવના માર્ગો ઉપર બંને દેશની સેના વચ્ચે યુદ્ધ જામ્યું છે. 3 દિવસથી રશિયાની સેના યુક્રેન ઉપર ચારેય તરફથી હુમલા કરી રહ્યું છે. યુક્રેન સેના રશિયન સેનાને વળતો જવાબ આપી રહી હોવાથી કિવ ઉપર હજુ સુધી રશિયા કબજો કરી શક્યું નથી. દરમિયાન યુક્રેનના શહેર મેલિટોપોલ ઉપર કબજો કરવામાં આવ્યો હોવાનો રશિયાએ દાવો કર્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીએ ચિંતા વ્યક્ત કરી છે કે, કિવ પર રશિયાની સેનાના કબજાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આજ રાત અમારા માટે સૌથી મુશ્કેલ ભરી રહેશે. પરંતુ અમે તેમનો સામનો કરીશું. દરમિયાન જેલેંસ્કીને અમેરિકા તરફથી યુક્રેન છોડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જો કે, તેમણે પ્રસ્તાવ ફગાવી દીધો હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ યુક્રેનની રાજધાની કિવમાં રશિયન સૈન્ય ઘણું અંદર પ્રવેશી ચુક્યું છે. બંને સેના વચ્ચે કીવના માર્ગો ઉપર યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેનના અધિકારીએ લોકોને અપીલ માર્ગ ઉપર નહીં નીકળવા અને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોએ બારી અને ગેલરીમાં નહીં આપવા પણ સૂચના આપવામાં આવી છે.
દરમિયાન સેન્ટ્રલ અમેરિકી દેશ ગ્વાટેમાલામાં યુક્રેન સામેના યુદ્ધને લઈને રશિયાનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત રશિયામાં તૈનાત રાજદૂતને પરત બોલાવ્યાં છે. ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ અલેહાંદ્રો ગિયામટ્ટેઈએ કહ્યું કે, તેમનો દેશ રશિયાના હરકતોની નિંદા કરે છે અને યુક્રેનનો સાથ આપનારા દેશોની સાથે છે.