Site icon Revoi.in

રશિયા યુક્રેન પર માર્ટના અંત સુધીમાં કરી શકે છે હુમલો- હુમલાની 70 ટકા તૈયારીઓ પૂર્ણ કરી- અમેરિકાનો દાવો

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.ત્યારે આ સ્થિતિ વચ્ચે અમેરિકા અવાર નવાર પોતાનું નિવેદન આપી રહ્યું છે, હવે અમેરિકાએ રશિયા અને યુક્રેન મામલે દાવો કર્યો છે કે,રશિયાએ યુક્રેન પર હુમલાની 70 ટકા તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

આ મામલે અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો છે કે રશિયા હવે યુક્રેન પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે આ માટે હવે થોડું જ અતંર છે. ફેબ્રુઆરીના મધ્યથી, જો યુક્રેનિયન સરહદ પર વધારાની લોજિસ્ટિક્સ, ભારે સાધનો અને શસ્ત્રો પહોંચાડવા માટે  સ્થિતિ જો અનુકૂળ હશે તો રશિયા યુક્રેન પર હુમલો કરશે.

આ સાથે જ કહેવામાં આવ્યું છે કે  એક લાખથી વધુ સૈનિકો પહેલેથી જ સરહદ પર તૈનાત છે, પરંતુ રશિયા સતત હુમલાની તૈયારીઓને નકારી રહ્યું છે અને કહે છે કે તેના સૈનિકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે.જો કે, યુએસ અને નાટો સહયોગીઓનું માનવું છે કે તેની પાછળ રશિયાનો હેતુ યુક્રેનને પોતાના સંરક્ષણ માટે તૈયાર થવાની તક આપવાનો નથી. રશિયન બોમ્બરોએ યુક્રેનની રાજધાનીથી 75 કિમી દૂર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, રશિયન પ્રમુખ આવા આત્મઘાતી નિર્ણય લેવા જઈ રહ્યા હતા.

અધિકારીઓએ કહ્યું કે રશિયા પર યુક્રેનના હુમલામાં 50 હજાર નાગરિકોના મોત થયા હોવાની આશંકા છે. આ સિવાય હુમલાના થોડા જ દિવસોમાં યુક્રેનની રાજધાની રશિયાના કબજામાં આવી જશે, ત્યારબાદ યુરોપમાં શરણાર્થીઓનું મોટું સંકટ સર્જાય તો નવાઈ નહી હોય.

અમેરિકી અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે હાલ હવામાનની સ્થિતિને કારણે રશિયા હુમલો કરવા સક્ષમ નથી ર15 ફેબ્રુઆરીથી માર્ચના અંત સુધી હુમલા માટે સૌથી અનુકૂળ મોસમ રહેશે અને તે પછી જ રશિયા  આ હુમલો કરવાની તાયીરી દર્શાવી શકે છે.