નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કર્યાંને 14 દિવસ થયાં છે. કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર રશિયાની સેના બોમ્બ વરસાવી રહ્યું છે. બીજી તરફ રશિયા સામે અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરીને અનેક પ્રતિબંધો લગાવ્યાં છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ ભલે એકાદ શહેર જીતી પરંતુ ક્યારેક સમગ્ર દેશ નહીં જીતી શકે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો યુક્રેન છોડીને અન્ય દેશ છોડી રહ્યાં છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે. યુદ્ધમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. કીવ, ખારકીવ, સુમી, મરિયુપોલ અને ચેરનીહિવ શહેરમાં યુદ્ધ વિરામ જાહેર કરાયું છે. દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે, રશિયન સૈનિકોએ 61 હોસ્પિટલો અને તબીબી ઉપકરણોને નષ્ટ કર્યાં છે.
દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, રશિયન આક્રમણમાં ફસાયેલા નાગરિકોની દુર્દશાને લઈને વિશ્વભરમાં ગુસ્સો વધી રહ્યો છે. પુતિન ભલે એક શહેર કબજે કરી શકે, પરંતુ તે ક્યારેય દેશ પર કબજો કરી શકશે નહીં. આ દરમિયાન પાડોશી દેશોમાં શરણાર્થીઓનું સંકટ વધ્યું છે. લોકો રોમાનિયા, પોલેન્ડ, મોલ્ડોવા, સ્લોવાકિયા, હંગેરી અને બેલારુસમાં આશરો લઈ રહ્યા છે. આ લોકો માટે આગળનો રસ્તો મુશ્કેલ લાગે છે. એક તરફ, અમેરિકાએ યુક્રેનિયનોને ‘ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ’ આપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ લોકોને બ્રિટન જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.