Site icon Revoi.in

કુર્સ્ક ક્ષેત્રેમાં યુક્રેન હુમલા બાદ રશિયાએ 30 હજાર સૈન્ય દળને કર્યું તૈનાત

Social Share

નવી દિલ્હીઃ યુક્રેનની સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ ઓલેક્ઝાન્ડર સિરસ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ 6 ઓગસ્ટે કુર્સ્ક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. યુક્રેનના સૈનિકો ત્યાં આશરે 100 જેટલા રશિયન સૈન્ય દળના વિસ્તારમાં કબજો મેળવી લીધો હતો. ત્યારે રશિયાએ અન્ય વિસ્તારોમાંથી લગભગ 30,000 સૈનિકોને કુર્સ્ક ક્ષેત્રમાં ફરીથી ગોઠવ્યા છે અને યુક્રેનિયન દળોને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તે દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે 27 ઓગસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેના વિશેષ દળોએ કુર્સ્ક ક્ષેત્રના સુડઝા જિલ્લામાં ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારને સુરક્ષિત કરવા માટે ઓપરેશન શરું કર્યું છે. આ વિસ્તાર અગાઉ યુક્રેનના કબજા હેઠળ હતો. આ ઉચ્ચ ઉંચાઈ વિસ્તાર યુક્રેનિયન સ્થાનોથી 400-500 મીટર દૂર સ્થિત છે. રશિયન સૈનિકો હવે યુક્રેનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી શકશે.
યુક્રેન સૈન્ય દળના કમાન્ડરે વધુમાં જણાવ્યું હતું કે, યુક્રેને તેના સુમી પ્રદેશમાં હુમલો રોકવા માટે બફર ઝોન બનાવવાના ઉદ્દેશ્ય સાથે કુર્સ્કમાં ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તેના સૈનિકો આગળ વધી રહ્યા છે અને 594 રશિયન સૈનિકોને પકડી લીધા છે. રશિયા અન્ય મોરચેથી સૈનિકો હટાવીને યુક્રેનનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

5-6 ઓગસ્ટની રાતથી કુર્સ્ક પ્રદેશમાં યુક્રેનિયન દળોએ સરહદથી લગભગ 10 કિમી (6.2 માઇલ) દૂર સુડઝા શહેરની નજીકના વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કિવ પર અંધાધૂંધ ગોળીબાર કરવાનો આરોપ મૂક્યો અને આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સ્વીકાર્યું કે તે યુક્રેનિયન સૈનિકો દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન હતું. તેમણે સમજાવ્યું કે તેનું લક્ષ્ય રશિયન હુમલાઓ સામે “બફર ઝોન” બનાવવાનું હતું.

#UkraineRussiaConflict#KurskRegion#UkrainianMilitary#RussianMilitary#MilitaryOperations#UkraineWar#ConflictUpdate#RussianInvasion#UkraineDefense#GeopoliticalTensions#EasternEurope#MilitaryStrategy#WarUpdates#KurskOperation#RussiaUkraineWar#DefenseStrategies#MilitaryMovements#UkraineNews#RussianTroops#ConflictNews