Site icon Revoi.in

રશિયાએ કરેલી એર સ્ટ્રાઈકમાં યુક્રેન સ્થિતિ ઓડેસાની ઓઈલ રિફાઈનરીનો થયો નાશ -રશિયાને લઈને અનેક યુક્રેને લગાવ્યા અનેક આરોપ

Social Share

દિલ્હીઃ- છેલ્લા 1 હમિના જેટલા સમયગાળથી રશિયા દ્રારા યુક્રેન પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે આવી સ્થિતિમાં યુક્રેને પોતાના ઘણા નાગરિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે, તો બીજી તરફ થોડા દિવસ પહેરા યુક્રેને પમ રશિયા પર હુમલો કરી કાર્યવાહી કરી હતી, જો કે રશિયા દ્રારા યુક્રેનમાં વધુ તબાહી મચી રહી છે.

યુક્રેનના સાઉથ ઓપરેશનલ કમાન્ડના અધિકારી વ્લાદિસ્લાવ નાઝરોવે જણાવ્યું હતું કે શહેર પર અનેક હુમલા થયા છે. ઓડેસા શહેરના ઘણા વિસ્તારોમાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. સેન્ટ્રલ પોલ્ટાવા ક્ષેત્રના ગવર્નર દિમિત્રો એ જણાવ્યું હતું કે ઓડેસાથી 350 કિલોમીટર ઉત્તરપૂર્વમાં સ્થિત ક્રેમેનચુગ ઓઇલ રિફાઇનરી હુમલામાં સંપૂર્ણ રીતે નાશ પામી હતી.

આ સાથે જ માબહિતી મળી રહી છે કે રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધના 39મા દિવસે તેના દક્ષિણ બંદર શહેર ઓડેસા પર મિસાઇલ વડે હુમલો કર્યો. મોસ્કો એ દાવો કર્યો છે કે તેણે મિસાઇલ હુમલામાં યુક્રેનિયન સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતી ઓઇલ રિફાઇનરીનો નાશ કર્યો હતો. તે જ સમયે, સંપૂર્ણપણે બરબાદ થઈ ગયેલા મેરીયુપોલમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયત્લુનો પણ હાલ ચાલુ જ છે.

આ ઘટનાને પગલે ઓડેસાની સિટી કાઉન્સિલે કહ્યું કે રશિયાએ મિસાઈલ હુમલાથી અમારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું. બીજી તરફ રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની સેનાએ ઓડેસામાં એક ઓઈલ રિફાઈનરી અને ત્રણ ઈંધણ સંગ્રહ સુવિધાઓને નષ્ટ કરી દીધી છે. રશિયાનો દાવો છે કે આ કેન્દ્રોનો ઉપયોગ માયકોલાઈવ નજીક યુક્રેનિયન સૈનિકોને સપ્લાય કરવા માટે કરવામાં આવતો હતો.

આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે   યુક્રેનિયન સૈનિકોને મહિલાઓ, સ્થાનિક અધિકારીઓ અને બાળકોના મૃતદેહ મળ્યા છે. રશિયન સૈનિકો દ્વારા મહિલાઓ પર બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો અને તે તમામને સળગાવી દેવામાં આવી હતી. પુરુષોને મારતા પહેલા તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેના શરીર પર તેના નિશાન મળી આવ્યા છે. તેના હાથ બાંધેલા હતા અને માથાના પાછળના ભાગે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.આ રીતે રશિયાની ક્રુરતા જોવા ણળી રહી છે.

યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે કહ્યું કે તેઓ રશિયન સૈનિકો દ્વારા કરવામાં આવેલા અત્યાચારના સમાચારથી દુખી છે. યુરોપિયન યુનિયન યુક્રેનને યુદ્ધ અપરાધોના દસ્તાવેજમાં મદદ કરી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે રશિયાએ સંપૂર્ણ રીતે યુ્કેરનને તબાહ કરવામાં કોઈ જ કસર છોડી નથી આ વાતથી વિશ્વના અનેક દેશો વાકેફ છે ત્યારે અનેક લોકોએ રશિયા દ્રારા કરવામાં આવેલા હુમલાઓ અને અત્યાચારો વિશે જણાવ્યું છે.