યુક્રેન-રશિયા વચ્ચે વધતા તણાવની સ્થિતિમાં ભારતીય મીડિયા સામે રશિયાએ નારાજગી દર્શાવી
- રશિયા ભારતીય મીડિયાથી નારાજ
- કહ્યું મીડિયાએ અડઘી જ સચ્ચાઈ દર્શાવી
- ટ્વિટ કરીને મીડિયા સામે નારાજગી જતાવી
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે, બન્ને દેશઓ વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે, જો કે હવે બન્ને દેશોના આ તણાવ વચ્ચે રશિયાએ ભારતીય મીડિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ કારણ કે, યુક્રેન સાથે રશિયાના તણાવ પર ભારતીય મીડિયામાં જે રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે તેનાથી મોસ્કો નારાજ છે અને માને છે કે ભારતીય મીડિયાએ કઝાકિસ્તાન અને યુક્રેન વિશે સંપૂર્ણ સાચી હકીકચ જણાવી જ નથી.
આ સમગ્ર બાબતને લઈને યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ સરહદ પર લગભગ 90 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. આ સ્થિતિ દરમિયાન યુએસ ગુપ્તચર રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર આક્રમણ કરવાની તૈયારી ધરાવે છે. અમેરિકાનો આ દાવો એટલા માટે પણ મજબૂત થયો છે કારણ કે રશિયાએ 2014માં ક્રિમિયા પર સૈન્ય કાર્યવાહી બાદ યુક્રેનના સરહદી વિસ્તાર પર કબજો કર્યો હતો.
🇷🇺🇮🇳 @RusEmbIndia: With deep regret we noted that some #India’n media have once again attempted to impose the distorted picture on the situation around the internal Ukrainian crisis.
It should be clearly understood that Russia does not threaten anyone.
👉https://t.co/6CvyfIf7DM pic.twitter.com/rVrAV5Y4FY
— MFA Russia 🇷🇺 (@mfa_russia) January 8, 2022
ભારતમાં રશિયાના દૂતાવાસે હવે આ મામલે એક વિગતવાર નિવેદન જાહેર કર્યું છે. જોકે નિવેદનમાં કોઈ ચોક્કસ મીડિયા રિપોર્ટ અથવા મીડિયા આઉટલેટનો ઉલ્લેખ રસહેજેય કરવામાં આવ્યો નથી, પરંતુ એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મીડિયામાં યુક્રેન અને રશિયા વિશેના અહેવાલોએ “ખોટૂં ચિત્ર દર્શાવવાનો પ્રયાસ” કર્યો છે.