નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 17 દિવસથી જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે અને ભારત સહિત દુનિયાના તમામ દેશોની નજર આ યુદ્ધ ઉપર મંડાયેલી છે. આજે 17માં દિવસે પણ રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર બોમ્બ મારો ચાલુ રાખ્યો હતો. બીજી તરફ લાકોએ યુક્રેન છોડ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં રશિયાએ યુક્રેન પર 775 મિસાઈલોથી હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનના કીવ અને ખારકીવ શહિતના શહેરો ઉપર રશિયા મિસાઈલથી પણ હુમલા કરી રહ્યું છે. 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર 140 મિસાઈલો છોડીને તબાહી મચાવી હતી. આ પછી 25ના રોજ 40, 25ના રોજ 50, 26ના રોજ 70 અને 27ના રોજ 60 મિસાઈલ છોડવામાં આવી હતી. તે જ સમયે, 1 માર્ચે 20, 2 માર્ચે 50, 3 માર્ચે 30, 4 માર્ચે 20, 5 અને 6 માર્ચે 40, 7 અને 8 માર્ચે 45, 9 માર્ચે 40 અને 10 માર્ચે 65 મિસાઈલે યુક્રેન પર હુમલો કર્યો હતો. આમ રશિયા દ્વારા યુક્રેન ઉપર મિસાઈલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. જેથી મોટાભાગના શહેરો અને નગરોમાં તબાહીના દ્રશ્યો જોવા મળે છે.
રશિયાએ યુક્રેન સામે કરેલી સૈન્ય કાર્યવાહીથી અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ રશિયા ઉપર આકરા પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે. બીજી તરફ ભારતના બંને દેશ સાથે સારા સંબંધ રહ્યાં છે. જેથી ભારત બંને દેશોને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા સતત અપીલ કરી રહ્યું છે.