રશિયા: સાઇબિરીયામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા
વિશ્વનું સૌથી ઠંડું સ્થળ રશિયાનું પશ્ચિમી સાઇબિરીયા આ દિવસોમાં જીવલેણ ગરમીનો અનુભવ કરી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં તાપમાને છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
પશ્ચિમ સાઇબેરીયન હાઇડ્રોમેટિયોરોલોજિકલ એન્ડ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગની હવામાન આગાહી સેવાના વડા નતાલિયા કિચાનોવાએ જણાવ્યું હતું કે, ઘણા વિસ્તારોમાં ખાસ કરીને નોવોસિબિર્સ્ક અને કેમેરોવો ઓબ્લાસ્ટ્સ, તેમજ અલ્તાઇ પ્રદેશ અને અલ્તાઇ રિપબ્લિકમાં, તાપમાન 1970 અને 1980 ના દાયકાના રેકોર્ડને ઓળંગી ગયું હતું.
કિચાનોવાએ કહ્યું હતું કે, પશ્ચિમ સાઇબિરીયામાં જૂનના અંત સુધી ગરમીની લહેર ચાલુ રહેવાની સંભાવના છે, ત્યારબાદ તાપમાન 17-25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ સાથે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
“અસામાન્ય રીતે ઊંચા તાપમાન મધ્ય એશિયામાંથી મેક્રો-રિજનમાં આવતી ગરમ હવાને કારણે છે, જ્યારે મધ્ય-ટ્રોપોસ્ફિયરમાં “હીટ રિજ” એ વોર્મિંગમાં વધુ વધારો કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
સાઇબિરીયા, રશિયા અને ઉત્તર કઝાકિસ્તાનનો વિશાળ પ્રદેશ, પશ્ચિમમાં ઉરલ પર્વતોથી પૂર્વમાં પેસિફિક મહાસાગર સુધી અને ઉત્તરમાં આર્ક્ટિક મહાસાગરથી લઈને ઉત્તર-મધ્ય કઝાકિસ્તાનની ટેકરીઓ અને મંગોલિયા અને ચીનની સરહદો સુધી વિસ્તરેલો છે.