Site icon Revoi.in

મિસાઈલ વોર્નિંગ સિસ્ટમ બનાવવામાં રશિયાએ કરી ચીનની મદદ

Social Share

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિને કહ્યુ છે કે બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ સંદર્ભે ચેતવણી આપનારી સિસ્ટમ બનાવવામાં રશિયા ચીનની મદદ કરી રહ્યુ છે. શીતયુદ્ધના સમયથી માત્ર રશિયા અને અમેરિકાની પાસે આવી પ્રણાલીઓ રહી છે, જેમાં ઘણાં ભૂ-સ્થિત રડાર અને અંતરીક્ષીય ઉપગ્રહ સામેલ થાય છે.

આ પ્રણાલી આંતરમહાખંડીય બેલેસ્ટિક મિસાઈલોની ઝડપથી ભાળ મેળવવા માટે જરૂરી હોય છે. પુતિને ગુરુવારે આંતરરાષ્ટ્રીય મામલાઓ પર એક સંમેલનમાં કહ્યુ છે કે રશિયા આવી પ્રણાલીને વિકસિત કરવામાં ચીનની મદદ કરી રહ્યું છે.

તેની સાથે જ તેમણે કહ્યુ છે કે આ ઘણી જરૂરી ચીજ છે, જે ચીનની સુરક્ષા ક્ષમતાને વ્યાપકપણે વધારશે. તેમના આ નિવેદને બે વિરોધી ભૂતપૂર્વ ડાબેરીઓ વચ્ચે સંરક્ષણ સહયોગને એક નવા સ્તરના સંકેત આપ્યા છે.