1. Home
  2. ગુજરાતી
  3. રશિયાએ આપ્યો સંકેતઃ- ભારત  S-500 એન્ટી એરક્રાફ્ટ મિસિલાઈલ સિસ્ટમ  ખરિદનાર બની શકે છે પ્રથમ દેશ
રશિયાએ આપ્યો સંકેતઃ- ભારત  S-500 એન્ટી એરક્રાફ્ટ મિસિલાઈલ સિસ્ટમ  ખરિદનાર બની શકે છે પ્રથમ દેશ

રશિયાએ આપ્યો સંકેતઃ- ભારત  S-500 એન્ટી એરક્રાફ્ટ મિસિલાઈલ સિસ્ટમ  ખરિદનાર બની શકે છે પ્રથમ દેશ

0
Social Share

દિલ્હીઃ- રશિયાના નાયબ વડા પ્રધાન યુરી બોરીસોવ એ સંકેત આપ્યા છે કે ભારત સૌથી અદ્યતન S-500 ‘પ્રોમેટ’ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ ખરિદનાર પ્રથમ દેશ બની શકે છે.તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારત રશિયન બનાવટની S-500 ખરીદનાર પ્રથમ દેશ હશે. બોરિસોવે સોમવારે એક ચેનલને કહ્યું, “કોઈ શંકા નથી કે એકવાર અમે અમારા સૈનિકોને આ સિસ્ટમ આપીશું, ત્યારે ભારત સૂચિમાં પ્રથમ સ્થાને હશે.” જો તે આ અદ્યતન શસ્ત્રો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરે  છે તો.

S-500 ‘પ્રોમેટ’ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ એ એર સિસ્ટમ માટે સૌથી અદ્યતન રશિયન મોબાઇલ સેવા છે અને તેને આ વર્ષની શરૂઆતમાં સેવામાં મૂકવામાં આવી હતી.વર્ષ  2019 માં, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને S-500 એકમો ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. રશિયાના નાયબ વડા મંત્રીની ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ભારતને તેની લાંબા અંતરની S-400 સપાટીથી હવામાં મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની ડિલિવરી શરૂ થઈ ગઈ છે.

પાંચ S-400 સિસ્ટમ્સ માટે 5.5 બિલિયન ડોલરનો સોદો અમેરિકા-ભારતની વધતી જતી ભાગીદારીમાં કાંટો બની ગયો હતો. કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ પ્રતિબંધોનો સામનો કરવાનું જોખમ પણ હતું. 2016ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાની કથિત સંડોવણીના આધારે CAATSA યુએસમાં 2017માં પસાર કરવામાં આવ્યું હતું. CAATSA ની કલમ 231 હેઠળ, “રશિયન સંરક્ષણ અથવા ગુપ્તચર ક્ષેત્રો માટે અથવા તેના વતી કાર્ય કરતી” સંસ્થાઓ પર પ્રતિબંધો લાદવામાં આવશે.

રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની બેચ ખરીદવા માટે અમેરિકાએ નાટો સાથી તુર્કી પર CAATSA પહેલેથી જ લાગુ કરી દીધું છે. જોકે, તેણે હજુ સુધી ભારત અંગે કોઈ નિર્ણય લીધો નથી. ભલે યુએસએ કહ્યું કે તે ડીલને નકારવા માટે ભારત સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરશે,પરંતુ નવી દિલ્હી ત્રીજા દેશના સ્થાનિક કાયદાના અધિકારક્ષેત્રને નકારી રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code