Site icon Revoi.in

રશિયાએ ગુગલ પર કરી મોટી કાર્યવાહી- આદેશની અવગણના મામલે ફટકાર્યો 750 કરોડનો દંડ

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં ગુગલ પર મોટી કાર્યવાહી કરવામાં આવી હોય ત્યારે ફરી એક વખત ગુગુ રશિયામાં વિવાદમાં સંપડાયું છે પ઼,પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયામાં મોસ્કોની એક કોર્ટે ગૂગલને અંદાજિત 100 મિલિયન ડૉલર એટલે કે આશરે 750 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને મોટચી કાર્યવાહી કરી છે.

આ દંડ ફટકારવાનું કારણ એ છે કે  ગૂગલને આ દંડ સ્થાનિક કાયદામાં પ્રતિબંધિત કન્ટેન્ટ હટાવવાના આદેશની અવગણના કરી હતી આ નિર્ણય થકી જાયન્ટ ટેક્નોલોજી કંપનીઓ સામે રશિયાનું આકરુ વલણ જોવા મળે છે.

આ બાબતને લઈને અહીની સ્થાનિક કોર્ટે નિર્ણય આપ્યો કે ગૂગલ પ્રતિબંધિત કન્ટેન્ટને હટાવવામાં સફલ  રહ્યું નથી તે અવાર નવાર આદેશની અવગણના કરી રહ્યું છે.

આ કારણો સર કોર્ટે કંપનીને વહિવટી દંડ તરીકે 7.2 બિલિયન રૂબલ્સચૂકવવાનો આદેશ આપ્યો છે. ગૂગલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ કોર્ટના આદેશનો અભ્યાસ કરીને આગામી પગલા માટે નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે રશિયાનું વહીવટીતંત્ર ધીમેધીમે સોશિયલ મીડિયા પર દબાણ લાવી રહ્યું  છે અને તેમની પર આરોપ મૂકી રહી છે કે તેઓ ડ્રગ, હથિયારો અને વિસ્ફોટકોને લગતું કન્ટેન્ટ હટાવવામાં સતત નિષ્ફળ રહ્યા છે આદેશ આપવા છત્તા તેઓ આ પ્રકારની સામગ્રી મીડિયા પરથી હટાવી રહ્યા નથી જેને લઈને આ ચૂકાદો આપવામાં આવ્યો છે.