Site icon Revoi.in

રશિયા હવે યુક્રેન પર હુમલો કરવાની તૈયારીમાં – યુક્રેનની સરહદ પાસે 100થી વધુ ટેન્કો  આગળ વધતી જોવા મળી

Social Share

 

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ હવે ચરમ સીમાએ પહોચ્યો છે. રશિયા યુક્રેન પર હુમલો કરવાની સમગ્ર તૈયારીમાં જોવા મળી રહ્યું છે, ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રતિબંધોની જાહેરાત કરી છે. બે રશિયન નાણાકીય સંસ્થાઓ પર પ્રતિબંધોની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે રશિયા હવે પશ્ચિમી દેશો સાથે વેપાર કરી શકશે નહીં. તેમણે કહ્યું કે અમે બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરતા રહીશું.

તો બીજી તરફ આજ સમયગાળા દરમિયાન રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે યુક્રેનમાંથી તેના રાજદ્વારી કર્મચારીઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયન રાજદ્વારીઓને ઘણી ધમકીઓ મળી છે અને રાજદ્વારી કર્મચારીઓને “ખૂબ જ ઝડપથી” બહાર કાઢવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રશિયાએ યુક્રેનના બળવાખોર પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપી હતી અને રશિયન સંસદે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેનમાં લશ્કરી દળોના ઉપયોગને મંજૂરી આપી હતી.

પ્રથમ વખત, યુએસએ યુક્રેન સાથે ચાલી રહેલા તણાવને રશિયન આક્રમણ માટે જવાબદાર ગણાવ્યું છે. રશિયાએ હજી આક્રમણ કર્યું છે કે નહીં, પરંતુ સતત તૈયારીઓમાં રશિયા વ્યસ્ત છે

આ સાથે જ હાલની જાણકારી પ્રમાણે સેટેલાઇટ દ્રા લેવાયેલા ફોટો પરથી પણ આ વાત સામે આવી છે. યુક્રેનિયન સરહદની નજીક, દક્ષિણ બેલારુસમાં 100 થી વધુ લશ્કરી વાહનો અને ડઝનેક લશ્કરી તંબુઓ જોવા મળી રહ્યા છે. આ ફોટોઝમાં પશ્ચિમી રશિયામાં એક નવી ફિલ્ડ હોસ્પિટલ અને ભારે સાધનોનું ટ્રાન્સપોર્ટર પણ  જોવા મળે છે.આ સમગ્ર સ્થિતિને જોતા એમ કહેવું રહ્યું કે રશિયા સતત યુક્રેન તરફ સળ્કરી સાધનો વધારી રહ્યું છે જે હુમલો કરવાની તદ્દન નજીક છે,