રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ હુમલા કર્યા,બે પોલેન્ડમાં પણ પડી
દિલ્હી:ખેરસનમાંથી રશિયન સૈન્ય હટાવ્યા બાદ રશિયાને આંચકો લાગ્યો છે.તબાહી મચાવતા તેણે યુક્રેનના ઘણા શહેરો પર તાબડતોડ મિસાઇલ હુમલા કર્યા.આ દરમિયાન પોલેન્ડમાં બે મિસાઈલ પણ પડી હતી.જેમાં બે લોકોના મોત થયા હતા. પોલેન્ડ સરકારના પ્રવક્તા પિયોત્ર મુલરે તરત જ આની પુષ્ટિ કરી ન હતી,પરંતુ કહ્યું હતું કે,ટોચના નેતાઓ કટોકટીની સ્થિતિને લઈને કટોકટી બેઠક યોજી રહ્યા છે.
અહેવાલ મુજબ,યુક્રેનની સરહદ નજીક એક ગામમાં મિસાઇલ પડતાં બે લોકો માર્યા ગયા હતા. મિસાઈલ એવા વિસ્તારમાં પડી જ્યાં અનાજ સૂકવવામાં આવી રહ્યું હતું.પોલેન્ડ સરકારના પ્રવક્તા પિયોત્ર મુલરે જણાવ્યું હતું કે,આ ઘટના બાદ પોલેન્ડના વડાપ્રધાન માટેઉઝ મોરાવીકીએ ઇમરજન્સી બેઠક યોજી.
બીજી તરફ નાટો દેશોએ પણ આ ઘટના પર ઈમરજન્સી બેઠક બોલાવી.પોલેન્ડ નાટોનું સભ્ય છે. તે જ સમયે, આ ઘટના પછી એસ્ટોનિયાએ કહ્યું કે,અમે પોલેન્ડ અને અન્ય મિત્ર દેશો સાથે મળીને ચર્ચા કરી રહ્યા છીએ.એસ્ટોનિયા નાટો પ્રદેશના દરેક ઇંચની સુરક્ષા માટે તૈયાર છે.અમે અમારા નજીકના સાથી પોલેન્ડ સાથે સંપૂર્ણ રીતે એક છીએ.
નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે પોલેન્ડમાં મિસાઈલ ફાયરિંગની ઘટના પર પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે વાત કરી હતી.તેમણે આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.આ સાથે તેમણે કહ્યું કે નાટો આ મામલાને નજીકથી જોઈ રહ્યું છે અને તેનાથી સંબંધિત તમામ તથ્યો એકત્રિત કરી રહ્યું છે.