Site icon Revoi.in

રશિયાએ યુક્રેનના 4 શહેરો પર હવાઈ હુમલો કર્યો – ચોથા રાઉન્ડની વાતચીતમાં પણ કોઈ પરિણામ ન આવ્યું,

Social Share

 

દિલ્હી-  રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને 18 જેટલા જદિવસો થી ચૂક્યા છે ત્યારે હાલ પણ યુક્રેનમાં તબાહીના દર્શ્યો જોવા મળી રહ્યા છે. હવે રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેરોને કબજે કરવા માટે બોમ્બ ફેંકવાની ગતિ તેજ કરી છે.આ સાથે જ સોમવારે, ત્રણ શહેરો માયકોલેવ, ખાર્કિવ અને રિવને પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરીય શહેર ચેર્નિહીવ પણ આખી રાત હવાઈ હુમલાઓ  થતા રહ્યા જોવા મળ્યા છે,બીજી તરફ બંને દેશો વચ્ચેની વાતચીતનો ચોથો રાઉન્ડ પણ પૂર્ણ થઈ ગયો છે. જો કે, તેના પરિણામ વિશે માહિતી આપવામાં આવી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ર ઝેલેન્સકીના સલાહકાર મિખાઇલો પોડોલ્યાકે વીડિયો લિંક દ્વારા વાટાઘાટોની તસવીર ટ્વિટ કરી હતી.

બન્ને દેશઓની આ વાટાઘાટોમાં, યુક્રેને શાંતિ, યુદ્ધવિરામ, રશિયન દળોની તાત્કાલિક પીછેહઠ અને નાગરિક સુરક્ષાની બાંયધરી માટેની માંગણીઓના મુદ્દાઓ ઉઠાવાયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. ઝેલેન્સકીએ પોતે કહ્યું, મંત્રણાના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 

તો બીજી તરફ  યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે કિવની બહારના વિસ્તારમાં પણ બંને સેનાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેનાએ કિવના ઉપનગરો પર આર્ટિલરી શેલ છોડ્યા છે. યુક્રેનની સૌથી મોટી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી પર થયેલા હવાઈ હુમલામાં બે લોકો માર્યા ગયા અને સાત ઘાયલ થયા. 

નેશનલ ગાર્ડના વડા વિક્ટર ઝોલોટોવ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી, પ્રથમ વખત સ્વીકાર્યું કે યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી એટલી ઝડપથી થઈ રહી નથી જેટલી વાચારવામાં આવી હતી. “ત્યાંના સૈનિકો નાગરિકોની પાછળ હુમલો કરી રહ્યા છે, રશિયન અભિયાનને ધીમું કરી રહ્યા છે,યુક્રેનનો દાવો છે કે મેરીયુપોલે અત્યાર સુધીમાં 2500થી વધુ નાગરિકોની હત્યા કરી છે. સંયુક્ત રાષ્ટ્રે આપેલી જાણકારી અનુસાર આ લડાઈમાં 596 નાગરિકો માર્યા ગયા હતા.