રશિયાએ ભારત સહિત 4 દેશોની યાત્રા પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા – કોરોનાના કારણે ઘણા મહિનાઓથી પ્રતિબંધ લાગ્યા હતા
- રશિયાએ આ ચાર દેશોની યાત્રા પરના પ્રતિબંધો હચટાવ્યા
- કોરોનાના કારણે ઘણા મહિનાઓથી આ પ્રતિબંધ લાગૂ હતો
દિલ્હીઃ-સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના મહામારીને કારણે અનેક ફ્લાઈટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો,કોરોનાના કારણે વિશ્વભરના દેશો લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર અનેક દેશની સરકારો દરેક પ્રયત્નો હાથ ધરી રહી હતી, અને જેને વિમાન સેવા પર પ્રતિબંધો લાદ્યા હતા.
સ્થિતિ સામાન્ય થતા જ અનેક દેશોની સરકારો ધીમે ધીમે પ્રતિબંધો હટાવવાના નિર્ણયો લઈ રહી છે, ત્યારે ભારતના મિત્ર દેશ રશિયાએ પણ ભારત સહિત ચાર દેશોના નાગરિકોની યાત્રા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હટાવવાની જાહેરાત કરી છે.
આ સમગ્ર બાબતે રશિયાના ભારત સ્થિતિ દૂતાવાસે ટ્વિટ કરીને માહિતી આપી હતી, તેમણે કહ્યું કે ભારત, ફિનલૈન્ડ, વિયતનામ અને કતરના નાગરિકો પર રશિયામાં પ્રવેશ પર કોરોના મહામારીના કારણે જે પ્રતિબધો લાદવામાં આવ્યા હતા તે હટાવી લેવામાં આવ્યા છે
રશિયા સરકાર દ્વારા જારીલકરવામાં આવેલા બયાનમાં કહેવાયું છે કે, આ ચાર દેશોના નાગરિકો હવાઇ ચેકપોઇન્ટ દ્વારા રશિયામાં પ્રવેશ મેળવી શકશે અને રશિયાના લોકો પણ આ ચાર દેશોમાં હવે વિમાન દ્રારા યાત્રા કરી શકશે. આ માટેના જે પણ પ્રતિબંધો હતા તે હટચાવી લીધા છે.
સાહિન-