Site icon Revoi.in

પાકિસ્તાન ગેસ પાઈપલાઈન માટે રશિયા પાસેથી લઈ શકે છે લોન, બે દેશ વચ્ચે ચાર દિવસની મંત્રણા શરૂ

Social Share

દિલ્લી: પાકિસ્તાન કે જે પહેલેથી જ અબજો ડોલરના દેવા નીચે દબાયેલું છે, જેની પાસે ઉધાર ચુકવવાના પણ રૂપિયા છે નહી, તે હવે રશિયા પાસેથી લોન લઈ શકે છે. પાકિસ્તાન ગેસની પાઈપલાઈન બનાવવા માગે છે જેના માટે હાલ તેની પાસે પૂરતા પ્રમાણમાં રૂપિયા છે નહી. આ ગેસ પાઈપલાઈનના પ્રોજેક્ટ માટે રશિયા સાથે મળીને કામ કરી રહ્યું છે અને હવે તેણે રશિયા પાસેથી જ લોન લેવા માટે ચાર દિવસની મંત્રણા શરૂ કરી છે.

આ મંત્રણાનો હેતુ વ્યૂહાત્મક પ્રોજેક્ટ માટે શેરહોલ્ડિંગ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો છે. એક સરકારી દસ્તાવેજ અનુસાર, આ પ્રોજેક્ટ પાકિસ્તાન સ્ટ્રીમ ગેસ પાઈપલાઈન સાથે જોડાયેલો છે. આ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવનાર આંતર-સરકારી કરારમાં ફેરફાર કરવામાં આવશે. માહિતી અનુસાર, આ પ્રોજેક્ટમાં 74 ટકા ભાગીદારી પાકિસ્તાન અને 26 ટકા રશિયાની છે. આ પાઇપલાઇન લગભગ 1040 કિમી લાંબી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આ મામલે પીછેહઠ કર્યા બાદ હવે પાકિસ્તાનને રશિયા પાસેથી આશા છે કે તે તેમને લોન આપશે. આ પૈસાનો ઉપયોગ પાઇપલાઇન અને કોમ્પ્રેસર ખરીદવા માટે કરવામાં આવશે. આ માટે પાકિસ્તાને આ પ્રોજેક્ટમાં રશિયાની ભાગીદારી 26 ટકાથી વધારીને 49 ટકા કરવાનું પણ કહ્યું છે. આના માધ્યમથી પાકિસ્તાન માત્ર ભંડોળ એકત્ર કરી શકશે નહીં પરંતુ તેની નાણાકીય જરૂરિયાતો પણ પૂરી કરી શકશે.