Site icon Revoi.in

સાબયર ક્રાઈમ મામલે સમગ્ર દુનિયામાં ટોપ ઉપર રશિયા, જાણો ભારતની સ્થિતિ

Social Share

નવી દિલ્હીઃ દુનિયાભરના લોકો ઉપરાંત સરકાર પણ સાયબર ક્રાઈમને લઈને ચિંતિત છે. જ્યાં સાયબર ફ્રોડનો ભોગ બનવા ઉપરાંત લોકોને સાયબર ગુલામ બનાવવા જેવી બાબતો પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં હાલમાં જ વિશ્વભરમાં સાયબર ક્રાઈમનો એક સર્વે બહાર આવ્યો છે. જેમાં વિશ્વના ટોચના 10 દેશોની યાદી બહાર પાડવામાં આવી છે જ્યાં સૌથી વધુ સાયબર ગુનાઓ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યાદીમાં પહેલું નામ રશિયાનું છે. જ્યાં સાયબર ગુનાઓ સૌથી વધુ થાય છે.

વર્લ્ડ સાયબર ક્રાઈમ ઈન્ડેક્સ અનુસાર આ યાદીમાં 100 દેશોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રેન્સમવેર, ક્રેડિટ કાર્ડની ચોરી સહિતના સાયબર ગુનાઓની વિવિધ કેટેગરીના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું છે. આ યાદીમાં બીજા નંબરે યુક્રેનનું નામ આવે છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ચીનનું નામ છે. સૌથી વધુ સાયબર ગુનાઓ આ દેશોમાં નોંધાય છે. આ પછી અમેરિકા, નાઈજીરિયા અને રોમાનિયા છે. PLOS One જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર, આ યાદીમાં ઉત્તર કોરિયા સાતમા સ્થાને, બ્રિટન આઠમા સ્થાને અને બ્રાઝિલ નવમા સ્થાને છે.

સાયબર ક્રાઈમના મામલામાં ભારત વિશ્વમાં 10મા ક્રમે છે. જેમાં છેતરપિંડીનો સૌથી સામાન્ય પ્રકાર એડવાન્સ ફી ચૂકવતા લોકો સાથે સંબંધિત છે. ભારત કૌભાંડોમાં ‘નિષ્ણાત’ હોવાનું જણાયું છે. રોમાનિયા અને અમેરિકા હાઈ-ટેક અને લો-ટેક બંને પ્રકારના ગુનાઓમાં વધુ હોવાનું જણાયું હતું. લેખકોએ લખ્યું છે કે ટૂંકમાં દરેક દેશની અલગ પ્રોફાઇલ છે, જે એક અનન્ય સ્થાનિક પરિમાણને પ્રતિબિંબિત કરે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી, યુકેના અભ્યાસ સહ-લેખક મિરાન્ડા બ્રુસના જણાવ્યા અનુસાર, હવે આપણે સાયબર ક્રાઇમ વિશે ઊંડી સમજણ મેળવીએ છીએ. આપણે જાણીએ છીએ કે જુદા જુદા દેશોમાં કેવી રીતે વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ થઈ રહ્યા છે.