UNમાં રશિયાને યુદ્ધ ખતમ કરવા અને સૈન્યને પીછે હટ કરવાનો પ્રસ્તાવ પસાર – જો કે ભારતે ન કર્યું મતદાન
- રશિયા યુક્રેનમાંથી નીકળી જાય
- આ બબાતે યુએનમાં પ્રસ્તાવ પસાર
- ભારત મતદાનથી રહ્યું દૂર
દિલ્હીઃ- છેલ્લા 1 વર્ષ જેટલા સમયગાળાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વર્તાઈ રહી છે યુક્રેનમાં રશિયાના હુમલાઓની બાબત સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચી ચૂકી છે અનેક વખત આ મામલે નિર્ણયો આપવામાં આવ્યા છે ત્યારે હવેયુએનમાં ફરી એક વખત રશિયાને યુક્રેનમાંથી બહાર નીકળવા જણાવાયું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે હવે આ મમાલે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વિતેલા દિવસને ગુરુવારે (યુક્રેન સંબંધિત એક ઠરાવને મંજૂરી આપી છે. જેમાં રશિયાને યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા અને પોતાના સૈન્યને પાછા ખેંચવા માટે કહેવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે શુક્રવારે યુક્રેન પર રશિયન આક્રમણની શરૂઆતને એક વર્ષ પૂર્ણ થયું છે.
યુક્રેનના આ પ્રસ્તાવને તેના સહયોગીઓની મદદથી બનાવવામાં આવ્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 141-7થી પસાર કરવામાં આવ્યો હતો. ભારત અને ચીન આ પ્રસ્તાવ મામલે મતદાન કરવાથી દૂર રહ્યા હતા.ગયા વર્ષે 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ યુક્રેન હુમલા પછી રશિયા વિરુદ્ધ છેલ્લા પાંચ ઠરાવોમાં આ સૌથી વધુ મતદાન નથી. આ પહેલા ઓક્ટોબરમાં લાવવામાં આવેલા ઠરાવમાં રશિયાના ગેરકાયદે કબજા વિરુદ્ધનો ઠરાવ 143 મતોના સમર્થન સાથે પસાર કરવામાં આવ્યો હતો.
યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે આ ઠરાવ એ વાતનો પુરાવો છે કે માત્ર પશ્ચિમ જ નહીં તેમના દેશને સમર્થન આપે છેઆ સાથે જ જણાવવામાં આવ્યું છે કે “સમર્થન ખૂબ વ્યાપક છે અને તે મજબૂત રહેશે.આ મત એ દલીલને નકારી કાઢે છે કે વૈશ્વિક દક્ષિણ યુક્રેનની બાજુમાં નથી કારણ કે લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયાનું પ્રતિનિધિત્વ કરતા ઘણા દેશોએ આજે પક્ષ લીધો છે.