રશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.6 ની તીવ્રતા નોંધાઈ
- રશિયામાં ભૂકંપના આંચકા
- 5.6 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ નુકશાન કે જાનહાનિ નહીં
દિલ્હી:રશિયાના સાઇબેરીયન રિપબ્લિક ઓફ ટાયવામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધવામાં આવી. રશિયન એકેડેમી ઓફ સાયન્સના જીઓલોજિકલ સર્વેના લ્તાઇ-સયાન વિભાગે શનિવારે આ માહિતી આપી. GS RAS એ કહ્યું, 5.6 ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા શુક્રવારે મોડી રાત્રે સ્થાનિક સમય મુજબ 11.03 વાગ્યે અનુભવાયા હતા.’
આપતકાલીન સેવાઓ મુજબ, ભૂકંપ ચાંદન શહેરથી 7 કિલોમીટર દૂર ટાયવાના દઝુન-ખેમચિકસ્કી જિલ્લામાં થયો હતો. અત્યાર સુધી આ ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી. પરંતુ સ્થાનિક પ્રશાસન નજર રાખી રહ્યું છે. જો કે ભૂકંપના આંચકા બાદ સ્થાનિક રહીશો ઘરની બહાર આવી ગયા હોવાનું જાણવા મળે છે. રશિયાનો આ પ્રદેશ ભૂતકાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવતો રહ્યો છે. ભૂતકાળમાં પણ અહીં ઘણા ભૂકંપના આંચકા અનુભવાયા છે.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.