- રશિયાની નવી હાઈપરસોનિક મિસાઈલ
- 3M22 Zirconને દુશ્મનનું રડાર જોઈ શકશે નહીં
- 3M37 સ્કિફ સબમરીન બેસ્ડ બેલેસ્ટિક મિસાઈલ
રશિયાની હાઈપરસોનિક મિસાઈલ 3M22 Zirconને દુશ્મનનું રડાર જોઈ શકશે નહીં. રશિયાની આ મિસાઈલની ગુંજ હાલ તમામ વિકસિત દેશોના સંરક્ષણ મંત્રાલયમાં સંભળાય રહી છે. આમ તો રશિયાની પાસે ઘણાં અત્યાધુનિક હથિયાર અને મિસાઈલો છે, જે ઘણાં દેશોને ડરાવવાનું કામ કરી શકે છે. પરંતુ 3M22 Zirconની વાત કરવામાં આવે, તો આ મિસાઈલ આ બધામાં ઘણી વધારે ઘાતક છે. દુશ્મનના રડારની નજરોને ચકમો આપીને આ મિસાઈલ પળભરમાં તબાહી મચાવી શકે છે. આ ડિઝાઈન અને તેના બહારી આવરણ તમામ કંઈક ખાસ છે.
તેથી વૈજ્ઞાનિકોએ યૂનિક કોમ્પેક્ટ મટિરિયલનનો ઉપયોગ કર્યો છે, તેમા કાર્બન અને કાર્બન ફાઈબર સામેલ છે. તેના કારણે આ મિસાઈલનું વજન ઘણું ઓછું છે. તેના બહારના આવરણને કારણે જ તે રડારથી છૂપાયેલી રહી શકે છે. આ મટિરિયલનો ઉપયોગ પહેલા 3M37 સ્કિફ સબમરીન બેસ્ડ બેલેસ્ટિક મિસાઈલમાં પણ કરવામાં આવ્યો હતો.
જે ધાતુથી તેના બહારનું આવરણ તૈયાર થઈ ગયું છે, તે KIMFની જેમ છે. તેને રશિયાના ચેલીબિંસ્ક યૂમાસ્ટેક પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી છે. તે બેહદ હળવી, પરંતુ બેહદ મજબૂત હોય છે. ઝિરકોનની જ વાત કરીએ, તો તેની રેન્જ લગભગ દશ હજાર કિલોમીટર છે. હવામાં ઉડતી આ મિસાઈલ કોઈ મોટા આગના ગોળાની જેમ છે. તેની ગતિની વાત કરીએ તો તે 9 મેકની છે. આ મિસાઈલને સૌથી પહેલા કિરોવ ક્લાસ યુદ્ધજહાજ એડમિરલ નખીમોવ અને પ્યોટ્રવેલ્કી પર 2020 સુધી લગાવવામાં આવશે. તેની તેનાતી બાદ આ યુદ્ધજહાજો પર અલગ-અલગ પ્રકારની લગભગ 80 મિસાઈલો તેનાત રહેશે.
મહત્વપૂર્ણ છે કે આ વર્ષે અમેરિકાએ પણ આવા પ્રકારની એક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જો કે આ ક્ષેત્રમાં આ બંને દેશો જ એકલા નથી. તેમા ચીન પણ સામેલ છે. રશિયાની ઝિરકોનને નાટો નામ SS-N-33 આપવામાં આવ્યું છે. એક હજાર કિલોમીટર રેન્જવાળી આ મિસાઈલ જમીન અને પાણી બંને પર જ દુશ્મનને તબાહ કરી શકે છે. તેની પણ ઝડપ 9 મેક જ છે.