Site icon Revoi.in

રશિયાએ નાટો દેશને આપી ઘમકી – કહ્યું, ‘યુક્રેનને હથિયારો મોકલવાનું બંધ કરો નહી તો ખરાબ પરિણામ આવશે’

Social Share

દિલ્હી – રશિયાના યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વના ઘણા બધા દેશો રશિયાની ચિકા કરી રહ્યા છે આ સાથે જ કેચલાક દેશોએ રશિયાને આક્રમક ગણાવીને અનેક પ્રતિબંધો લગાવ્યા છે,

આ યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન યુનિયન અને નાટો દેશોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે પશ્ચિમી દેશો યુક્રેનમાં ઘાતક હથિયારો મોકલી રહ્યા છે. તેમણે કહ્યું કે હથિયારોની સપ્લાય બંધ કરી દેવી જોઈએ, નહીં તો તેના ઘાતક પરિણામ ભોગવવા દરેકે તૈયાર રહેવું પડશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પ્રહાર કરતા કહ્યું છે કે યુક્રેનમાં યુદ્ધ રશિયાને નબળું પાડશે પરંતુ આ યુદ્ધ સમગ્ર વિશ્વને મજબૂત કરશે. તેમણે કહ્યું કે પુતિન યુક્રેનમાં જીતશે નહીં.

આ સાથે જ અમેરિકાએ રશિયા સામે હવે પ્રતિબંધો લગાવાનું શરુ કર્યુ છે જે શ્રેણીમાં રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધની સાથે જ રશિયા પાસેથી ઊર્જાની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે વ્લાદિમીર પુતિનના વધુ વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 14મો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે અને રશિયન હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વણસી રહી છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધી ત્રણ રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ તે અનિર્ણિત રહી છે.હજી સુધી આ વાતચીતનું કોી પરિણામ નથી આવી રહ્યું ત્યારે વિશ્વના ઘમા દેશો હથિયારો તથા અનેક વસ્તુઓને લઈને યુક્રેનની મદદે આવી રહ્યા છે જેથી રશિયા આ દેશોને ચેતવણી આપી રહ્યું છે.