નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ નાખ્યાં છે. પ્રતિબંધોની ચિંતા કર્યા વિના રશિયા સતત બોમ્બ મારો અને મિસાઈલ હુમલો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોએ નાખવામાં આવેલા આકરા પ્રતિબંધથી રશિયા વધારે ઉશ્કેરાયું છે. તેમજ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનને આકાશમાં જ ઉડાવી દેવાની ધમકી આપી હોવાનું જાણવા મળે છે.
રશિયાએ ચેતવણી આપતા કહ્યું કે, પશ્ચિમી દેશો તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ક્રેશ થઈ શકે છે. રશિયાની આ ધમકી બાદ અમેરિકી એસ્ટ્રોનોટ માર્ક પર બે અન્ય રશિયન અંતરિક્ષ યાત્રિયો સાથે કઝાકિસ્તાનમાં ઉતારવાનો પ્લાન કરાયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન યુક્રેન વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે, રશિયાની સેનાએ મારિયુપોલમાં ધાર્મિક સ્થળ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. જ્યાં 80 જેટલા લોકોએ આશરો લીધો હતો. ઈટલીએ યુરોપીયન યુનિયનના પ્રતિબંધોને પગલે રશિયન અરબપતિ એન્ડ્રી મેલનિચેકોની લગભગ 4436 કરોડ રૂપિયાની યોટ સીઝ કરવામાં આવી છે.
કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ કહ્યું કે, કેનેડા યુક્રેનના લોકોની સાથે ઉભુ છે જી-7 દેશ રશિયાને આર્થિક રીતે અલગ કરી દેશે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘએ જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધમાં લગભગ 25 લાખ લોકોએ યુક્રેન છોડ્યું છે. જે યુરોપમાં બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી વધારે શરણાર્થી સંકટ ઉભુ થયું છે. અમેરિકાએ રશિયાને ધમકી આપી છે કે, જો તેણે થર્મોબેરિક કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો તો તેની બહુ મોટી કિંમત ચુકવવી પડશે.