Site icon Revoi.in

રશિયા-યુક્રેન યુદ્ધઃ સામાન્ય નાગરિકો માટે રશિયાએ લીધો સીઝફાયરનો નિર્ણય

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા વચ્ચે આજે દસમાં દિવસે પણ અનેક સ્થળો ઉપર બોમ્બ મારી થઈ હતી. દરમિયાન રશિયાએ યુક્રેનમાં સીઝફાયનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. યુક્રેનમાં ફસાયેલા લોકો સહીસલામત રીતે બહાર નીકળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયા અને યુક્રેનની સૈના વચ્ચે જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. બીજી તરફ વિદેશી નાગરિકો અંદર ફસાયેલા છે. જેમને પરત બહાર કાઢવા માટે વિવિધ દેશ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી. ભારત દ્વારા ભારતીય નાગરિકો સહિસલામત પરત લાવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કર્યું છે.

દરમિયાન યુક્રેનમાં ફસાયેલા વિદેશી નાગરિકોને બહાર નીકળવાનો સમય મળી રહે તે માટે સીઝફાયરનો નિર્ણય લીધો છે. મારિયોપોલ અને વોલનોવાખામાંથી લોકોને બહાર નીકળવા માટે સુવિધા પુરી પાડવામાં આવી છે.

દરમિયાન રશિયાની સૈન્ય કાર્યવાહીનો આજે દસમો દિવસ છે. રશિયાએ યુક્રેનના રહેણાક વિસ્તારમાં પણ જોરદાર બોમ્બ મારી શરૂ કરી છે. યુક્રેને દાવો કર્યો છે જાઈટોમીર શહેરમાં રશિયાના બોમ્બ હુમલામાં 47 નાગરિકોના મોત થયાં છે. સ્થાનિક પોલીસે ક્લસ્ટર બોમ્બથી હુમલો કર્યાનું જણાવ્યું હતું. યુક્રેનના રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, રશિયા સૈન્ય રહેણાક વિસ્તારમાં સતત હુમલો કરી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ પુરોપીય નેતાઓને રશિયાને અટકાવવા અપીલ કરી હતી. જેલેંસ્કીએ કહ્યું કે, જો રશિયા નહીં રોકાય તો સમગ્ર યુરોપ ખતમ થઈ જશે. રશિયાના એક રોકેટ કીવમાં રાષ્ટ્રપતિ ભવન બહાર પડ્યું હતું. આમ રશિયાનું ફરી ચુક્યું હતું.