રશિયા-યુક્રેન યુદ્ધઃ ભારત-પાકિસ્તાન સહિત અનેક દેશોની સરહદો ઉપર વર્ષોથી તણાવ ભરી સ્થિતિ
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાઈ રહ્યાં છે. અમેરિકા અને યુકે સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરીને યુક્રેનને સમર્થન આપ્યું છે. જ્યારે ચીન અને પાકિસ્તાને રશિયાને સમર્થન આપ્યું છે. જ્યારે ભારત સહિત આંગળીને વેઢે ગણી શકાય એટલા દેશો જ હિંસાનો વિરોધ કરીને શાંતિથી વાતચીતથી નિકાલ લાવવા માટે અપીલ કરી રહ્યાં છે. દુનિયાની નજર રશિયા અને યુક્રેનના યુદ્ધ ઉપર મંડાયેલી છે. પરંતુ દુનિયાના અનેક એવા દેશો છે જેમની સરહદો સગળી રહી છે. ભારત-પાકિસ્તાન અને ચીન-તાઈવાન સહિતના દેશો વચ્ચે લાંબા સમયથી તણાવ ભરેલી સ્થિતિ છે.
અંગ્રેજોની ગુલામીમાંથી હિન્દુસ્તાનને વર્ષ 1947માં આઝાદી મળી હતી. જો કે, આઝાદીની સાથે હિન્દુસ્તાનના બે ભાગલા પાડ્યા હતા અને પાકિસ્તાનની સ્થાપના થઈ હતી. આઝાદી બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદને લઈને વિવાદ ચાલે છે. પાકિસ્તાન અવાર-નવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરે છે. એટલું જ નહીં પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપીને ભારતને આર્થિક રીતે ખતમ કરી દેવાનું સ્વપ્ન જોવે છે. પરંતુ પાકિસ્તાનને અત્યાર સુધી તમામ મોરચે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ભારત પાકિસ્તાન ઉપરાંત ચીન સાથે પણ જમીની સીમાથી જોડાયેલું છે. ભારતને પરેશાન કરવા માટે ચીન પાકિસ્તાનને મદદ કરતું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યાં છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક સમયથી વિસ્તારવાદી ચીન અને ભારત વચ્ચે પણ સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વિસ્તારવાદી ચીનની નજર ભારત સહિતના અનેક પડોશી દેશોની જમીન ઉપર નજર છે. જેથી પાકિસ્તાન સહિતના દેશોને દેવાદાર બનાવીને તેમની સંપતિનો ઉપયોગ કરી રહી છે. પરંતુ ભારત લુચ્ચા ચીનને તેની ભાષામાં જવાબ આપવામાં સફળ રહ્યું છે. ચીન અને તાઈવાન વચ્ચે પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
ચીન સતત તાઈવાનને પોતાનો અભિન્ન અંગ બતાવી રહ્યું છે. અનેક વાર ચીનના ફ્લાઈટર પ્લેનોએ તાઈવાનમાં ઘુસણખોરી પણ કરી છે. જો કે, દુનિયાના મોટાબાગના દેશોએ તાઈવાનને સ્વતંત્ર દેશની માન્યતા આપી છે. હાલ રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને તાઈવાનની ચિંતા વધી છે. આ યુદ્ધનો ગેરલાભ ઉઠાવીને ચીન હુમલો કરે તેવો ભય તાઈવાનને સતાવી રહ્યો છે. આવી જ રીતે ઈઝરીલ અને ફિલિસ્તીન વચ્ચે લાંબા સમયથી તણાવ ભરેલી સ્થિતિ છે. વર્ષ 1948માં ફિલિસ્તાન તુટતા ઈઝરાઈલ અસ્તિત્વમાં આવ્યું હતું. ઈઝરાઈલમાં યહુદિયોનો જમાવડો છે જ્યારે ફિલિસ્તીનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ છે. બંને દેશ વચ્ચે યેરુશલમને લઈને યુદ્ધ જેવી સ્થિતિ છે. આ ઉપરાંત અઝરબૈઝાન અને અર્મેનિયા વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ છે. એક સમયે આ બંને દેશ સોવિય યુનિયનનો હિસ્સો હતો. બંને દેશ વચ્ચે નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઈને લાંબા સમયથી તણાવની સ્થિતિ છે. બંને દેશના સૈનિકો વચ્ચે અવાર-નવાર ઝપાઝપી પણ થાય છે. આમ દુનિયાના અનેક દેશોને પડોશી સાથે સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે.