વોશિંગ્ટન: શું હવે આગામી યુદ્ધ સ્પેસમાં લડવામાં આવશે અને ત્યાંથી પરમાણુ હુમલાઓનો પણ ખતરો હશે? અમેરિકાના એક ઈન્ટેલિજન્સ રિપોર્ટ આ તરફ ઈશારો કરે છે અને તેની ગાઢ ચિંતાનો વિષય ગણાવ્યો છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા આ વાત પર મંથન કરી રહ્યું છે કે કેવી રીતે સ્પેસમાં પરમાણુ હથિયારોને મૂકવામાં આવે.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, એક રિપબ્લિકન સાંસદે રશિયાની યોજનાને લઈને ચેતવણી આપી છે કે આનાથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો થઈ શકે છે. આખા મામલાની જાણકારી ધાવનારાઓનું કહેવું છે કે હાલ રશિયાએ સ્પેસમાં પરમાણુ હથિયારોની કોઈ તહેનાતી કરી નથી. આને લઈને મંથન જ થઈ રહ્યું છે. તેમ છતાં આ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાની વાત છે. જો કે સામાન્ય લોકો માટે હાલ કોઈ ચિંતા નથી.
અમેરિકાની એજન્સીઓનું કહેવું ચે કે ભલે રશિયાની આ યોજના હાલ પરવાન ચઢી નથી. પરંતુ આપણા માટે ચિંતાની વાત જરૂર છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન ગુરુવારે આને લઈને એક મહત્વની બેઠક પણ કરવાના છે. આ દરમિયાન એક અમેરિકાના સાંસદે રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન સમક્ષ માગણી કરી છે કે રશિયાના આ ખતરનાક મિશનની સાથે જોડાયેલી જે જાણકારીઓ પણ છે, તેને જનતાને શેયર કરવામાં આવે. તેમણે કહ્યુ છે કે તેને બતાવવાથી ખબર પડી શકશે કે ક્યાં સ્તરનો ખતરો છે.
અમેરિકાની એજન્સીઓનું કહેવું છે કે આવી યોજના આપણા માટે એ વખતે ચિંતાની વાત છે, જ્યારે ગાઝા અને યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાંથી એક યુદ્ધમાં તો તેનું નિકટવર્તી ઈઝરાયલ સામેલ છે. તેના સિવાય યુક્રેનમાં પણ અમેરિકાના નેતૃત્વવાળા નાટો સંગઠનને સતત પડકાર મળી રહ્યો છે. હાલ જેક સુલિવન પણ આના પર કંઈ બોલી રહ્યા નથી. આના સંદર્ભે સવાલના જવાબમાં તેમણે કહ્યુ છે કે હું હાલ કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી. મહત્વપૂર્ણ છે કે કેટલાક સમય પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સ અને એબીસી ન્યૂઝે પણ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે રશિયા સ્પેસમાં ન્યૂક્લિયર વેપન્સ રાખવા માંગે છે.
મહત્વપૂર્ણ છે કે રશિયા અને અમેરિકાની વચ્ચે ગત ઘણાં વર્ષોથી શીતયુદ્ધની સ્થિતિ છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા સીધું યુદ્ધમાં ઉતર્યું નથી. પરંતુ તેણે યુક્રેનને ખૂબ મદદ કરી. તેના સિવાય ઈઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ અમેરિકા ફસાયેલું છે અને તેણે આરબ દેશોને મનાવવા પડી રહ્યા છે. ગત દિવસોમાં વ્લાદિમીર પુતિને કટાક્ષ કરતા કહ્યુ હતુ કે અમેરિકા, યુરોપિયન યૂનિયન અને પશ્ચિમી દેશોને ખબર પડી ગઈ હશે કે રશિયાને હરાવી શકાય તેમ નથી.