1. Home
  2. ગુજરાતી
  3. ભારત પાસેથી રશિયા કાર, ઓટોમોબાઈલ પાર્ટસ તથા કૃષિ ઉત્પાનની ખરીદી કરશે
ભારત પાસેથી રશિયા કાર, ઓટોમોબાઈલ પાર્ટસ તથા કૃષિ ઉત્પાનની ખરીદી કરશે

ભારત પાસેથી રશિયા કાર, ઓટોમોબાઈલ પાર્ટસ તથા કૃષિ ઉત્પાનની ખરીદી કરશે

0
Social Share

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે માલસામાનની સપ્લાયમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં રશિયા ભારત પાસેથી કેટલીક વસ્તુઓની સપ્લાયની માંગ કરી રહ્યું છે. રશિયાએ ભારત પાસેથી કાર અને અન્ય ઓટોમોબાઈલ સામાન તથા ખોરાક માટે કૃષિ ઉત્પાદનોની માંગણી કરી છે, બીજી તરફ નિકાસકારોએ ભારતીય ચલણમાં વેપાર કરવા અને ખર્ચ ઘટાડવાની માંગ કરી છે.

રશિયા ભારત પાસેથી કાર અને ખાદ્યપદાર્થો જેવા ઉત્પાદનોની સપ્લાયની માંગ કરી રહ્યું છે, કારણ કે યુક્રેન પર હુમલા પછી રશિયા પર ચારે બાજુથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે ઉત્પાદનોની ભારે અછત ઉભી થઈ છે. વાહનોના પાર્ટ્સની પણ અછત છે, જેના કારણે ઘણી કાર કંપનીઓ તેમની કંપનીઓ બંધ કરી રહી છે.

એક અહેવાલ મુજબ, ભારતીય ઓટો કોમ્પોનન્ટ પ્લેયર્સ તેમજ કાર કંપનીઓની રશિયામાં પ્રવેશવાની માંગ છે, જ્યારે ઓટો પાર્ટની નિકાસ શક્ય જણાય છે. ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગની ઘણી કંપનીઓ વાહનોની સપ્લાય કરવા માટે સંમત થઈ શકે છે.

રશિયા સ્થિત નિકાસકારોની એક ટીમે સોયા અને અન્ય અનેક કૃષિ ઉત્પાદનોના પુરવઠા અંગે ચર્ચા કરી છે, કારણ કે મોસ્કો પુરવઠો વધારવા માંગે છે. એક નિકાસકારે જણાવ્યું હતું કે સુપરમાર્કેટના ગોડાઉન ખાલી થઈ રહ્યાં છે અને ડ્યુટી-ફ્રી શોપ (એરપોર્ટ પર) રશિયન વોડકા કરતાં થોડી વધુ છે અને પુરવઠો ફરી ભરવા માટે હજુ સુધી કોઈ સોદા કરવામાં આવ્યા નથી.

નિકાસકારોનું કહેવું છે કે, એક રૂપિયો રૂબલના વેપારથી ઘણી મદદ મળશે. હાલમાં દરેક વ્યવહારમાં લગભગ 4 ટકાનું નુકસાન થાય છે. નિકાસકારોએ વાણિજ્ય વિભાગને સૂચન કર્યું છે કે દર પખવાડિયે આરબીઆઈ દ્વારા દરો સૂચિત કરવામાં આવે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code