માસ્કોએ કહ્યું જાપાનમાં મધ્યમ દૂરીથી અમેરિકી મિસાઈલોની તહેનાતી રશિયાની સુરક્ષા માટે ખત્તરો પેદા કરી શકે છે. આ નિવેદન ફરી અમેરિકા અને તેના સહયોગિયોની સાથે રશિયાના સંબંધોમાં વધતા તણાવને દર્શાવે છે.
રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા જાખોરોવાએ કહ્યું, કે, રશિયાએ જાપીની પક્ષને અમેરિકાને આ પ્રકારના સહયોગ માટે વારંવાર ચેતવણી આપી છે.
મારિયા જાખોરોવાએ કહ્યું કે, આના જવાબમાં રશિયા રશિયા પોતાની રક્ષા ક્ષમતાને મજબૂત કરવા માટે જરૂરી પગલા ભરવા મજબૂર બનશે. આ પહેલા રશિયાના ઉપ વિદેશ મંત્રી સર્ગેઈ રયાબકોવએ કહ્યું કે, જો અમેરિકાની મિસાલો આ ક્ષેત્રમાં જોવા મળશે તો રશિયામાં ઓછી દૂર જતી મિસાઈલો અંગે વિચાર કરીશું.
મારિયા જાખોરોવાએ રશિયાના અપડેટ પરમાણુ સિદ્ધાતનો પણ ઉલ્લેખ કર્યો જેથી એ સંદેશ જઈ શકે કે, મોસ્કો કઈ સંભવીત કર્યવાહી કરી શકે છે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતીને પાછલા દિવસોમાં રશિયાના સિદ્રાંતમાં બદલાવો લાવવાની મંજૂરી આપી હતી. તે નવી શરતો નક્કી કરવામાં આવી છે. ક્યારે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકાય છે.