- રશિયાએ ખેરસોન પણ કબ્જે કર્યું
- કિવના રેલ્વે સ્ટેશનને પણ ઉડાવ્યું
દિલ્હી- રશિયા દ્રારા છેલ્લ એક અઠવાડિયાથી યુક્રેન પર સતત હુમલા કરવાની પ્રક્રિયા ચાલુ જ છે ,આ બાબતે વિશ્વભરના દેશો રશિયાની સતત ટિકાઓ પણ કરી રહ્યા છે ત્યારે હવે રશિયાએ આક્રમક વલણ અપનાવી લીઘું છે.
ઉલ્લેખનીય છે કે આજે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આઠમો દિવસ છે. રશિયા તરફથી હજુ પણ ઘાતક હુમલાઓ ચાલુ જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ પસાર કર્યો છે જેમાં રશિયન સૈન્યને યુક્રેનમાંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય યુક્રેનમાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
યુએન જનરલ એસેમ્બલીના આંકડાની જો વાત માનવામાં આવે તો , યુક્રેનમાં રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 752 લોકોના મોત થયા છે. આ આંકડો 1 માર્ચ સુધીનો છે.યુક્રેનના મીડિયા અનુસાર રશિયાએ બાંગ્લાદેશી જહાજ પર પણ મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
આ સાથે જ હવે યુક્રેનમાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.ત્યારે આજેના તાજા સમાચારો પર જો નજર કરે રશિયાએ હવે યુક્રેનની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કિવમાં સેન્ટ્રલ રેલવે સ્ટેશનને પણ મિસાઈલથી ઉડાવી દેવામાં આવ્યું છે.પ્રાપ્માત હિતી પ્રમાણે હવે યુક્રેનની રાજધાની કિવ પર મોટો હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત રક્ષા મંત્રાલય પાસે પણ બોમ્બમારો કરવામાં આવ્યો છે.