Site icon Revoi.in

રશિયાએ શરુ કરેલા યુદ્ધનો આજે 9મો દિવસ- રશિયન સેનાએ હવે યુક્રેનની પોર્ટ સિટી મારિઉપોલ પર કર્યો કબ્જો

Social Share

દિલ્હી- રશયાએ યુક્રેન પર હુમલો કરીને યુદ્ધ તર્યું તેને આજે 9મો દિવસ છે,સતત 8 દિવસોથી રશિયાની સેના યુક્રેનના જૂદા જૂદા વિસ્તારોને પોતાની બાનમાં લઈ રહી છે અને ભયાનક હુમલાઓ કરી રહી છે,ત્યારે રિશયાની પણ આ મામસલે વિશઅવઠભરમાં નિંદા થી રહી છએ આવી સ્થિતિ વચ્ચે હવે રશિયન સેનાએ યુક્રેનની પોર્ટ સિટી મારિપોલ પર કબ્જો કર્યા હોવાની માહિતી મળઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે રશિયન સેનાએ ઘણા શહેરોની ઘેરાબંધી કરી છે અને ખેરસન સહિત ઘણા શહેરો પર કબજો કરી લીધો છે. શુક્રવારે રશિયાએ ઝાપોરિઝિયામાં પરમાણુ પ્લાન્ટ પર પણ હુમલો કર્યો હતો. હવે તે રશિયા દ્વારા નિયંત્રિત છે. અહીંથી યુક્રેન મોટા પ્રમાણમાં ઉર્જા સપ્લાય કરતું હતું. હુમલામાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. 

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં રશિયા વિરુદ્ધ તપાસ માટે સ્વતંત્ર પંચની રચના પર અભિપ્રાય જાણવા માટે મતદાન યોજાયું હતું, જેમાં ભારત અને ચીને પોતાને આ મામલેથી દૂર કર્યા હતા. આ પહેલા પણ ભારતે આ અંગે વોટિંગ કર્યું નથી. તે જ સમયે, રશિયાએ કથિત ‘ફેક ન્યૂઝ’ને લઈને નવો કાયદો બનાવ્યો છે, જેના પછી ફેસબુક અને ટ્વિટર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

યુક્રેનનું પોર્ટ સિટી   ગણાતા મારિયુપોલના મેયરે કહ્યું છે કે રશિયન સેનાએ આખા શહેરને કબ્જે કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મોસ્કો સેના ખેરસન પર કબજો કરી ચુકી છે. રશિયા હવે યુક્રેનના મોટા મોટા શહેરોને નિશાન બનાવી રહ્યું છે.