Site icon Revoi.in

રશિયાના રાષ્ટ્રપતિનું દેશને સંબોધન, કરી મોટી જાહેરાત – પૂર્વ યુક્રેનના  બે રાજ્યોને સ્વતંત્ર દેશ જાહેર કર્યા

Social Share

 

દિલ્હી – રશિયા અને યુક્રેન વચ્ચોનો તવામ વધતો જઈ રહ્યો છે હવે તે એટલી હદે વધી ગયો છે કે રશિયાએ હુમલો કરવાના આદેશ આપવાના સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે ત્યારે હવે આ સ્થિતિ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રજોગ સંબોધન કરયું હતું

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાના સંબોધનમાં એક મોટી જાહેરાત કરી છે,જેને લઈને આ તણાવ ચરમસીમાએ પહોચ્યો છે. કારણ કે પુતિને જાહેરાત કરી છે કે રશિયા પૂર્વ યુક્રેનના બે અલગ-અલગ પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપશે.

રશિયાના રાષ્ટ્રપતિએ ડોનેસ્ક પીપલ્સ રિપબ્લિક અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિક ની માન્યતા સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કરી દીધા છે. રશિયન પ્રમુખે ડીપીઆરના વડા, ડેનિસ પુશિલિન અને એલપીઆરના વડા, લિયોનીડ પશ્નિક સાથે પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જે હેઠળ હવે રશિયા ડનિટ્સ્ક અને લુગાન્સ્કના સ્વ-ઘોષિત પ્રજાસત્તાકને અલગ દેશો તરીકે માન્યતા  આપવા જઈ રહ્યું છે.

તેમણે પોતાના ભાષમમાં જણાવ્યું હતું કે લોકો હિંસાના રસ્તે ચાલવા લાગ્યા તેઓ ડોનબાસના મુદ્દાને ઓળખતા નથી. ડનિટ્સ્ક પીપલ્સ રિપબ્લિક અને પીપલ્સ રિપબ્લિક ઓફ લુગાન્સ્કની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વને ઓળખવી જોઈએ

આ સાથએ જ વધુમાં ઉમેર્યું હતું કે તેઓ રશિયન ફેડરેશનની ફેડરલ એસેમ્બલીને આ નિર્ણયને સમર્થન આપવા માટે  જણાવશે,  ત્યાર બાદ આ પ્રજાસત્તાકો સાથે મિત્રતા અને પરસ્પર સહાયતા માટે બે સંધિઓ કરશે, જેના સંબંધિત દસ્તાવેજો ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. આ સમગદ્ર બાબત બાદ હવે બન્ને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાાએ પહોચ્યો છે.